વિદ્યાર્થીઓને ‘માસ પ્રમોશન’ ?? આજે કેબિનેટમાં નિર્ણય લેવાશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયો છે ત્યારે તેની ઘાતકતામાં વધારો થઈ શકે તેમ છે ત્યારે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા અંગે શું કરવું ? તેને લઈને આજે નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકારની આજે મળનારી કેબિનેટની બેઠકમાં નિર્ણયં લેવામાં આવશે. રાજ્ય સરકારની આજે મળનારી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે. મોટેભાગે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર સરકારની માફક નિર્ણય લે તેમ મનાય છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા-સંચાલકોના અભિપ્રાય મંગાવ્યા હતા. જેમાં મોટાભાગના સંચાલકોએ કોરોનાની સ્થિતિએ જાતા ‘માસ પ્રમોશન’ આપવા તરફ દિશા-નિર્દેશ’ કર્યો હોવાનું કહેવાય છે. અલબત્ત, સતાવાર રીતે હજુ જાહેરાત થઈ નથી. પરંતુ ૧ થી૮ ધોરણના વિદ્યાર્થી- વિદ્યાર્થિઓને ‘માસ-પ્રમોશન’ આપવા વિચારણા ચાલી રહી છે. એવી જ રીતે ધો.૯-૧૧ ના વિદ્યાથી-વિદ્યાર્થિનીઓને ‘માસ પ્રમોશન’ આપવામાં આવશે. આ સંદર્ભમાં વિચારણા ચાલી રહી છે.
શિક્ષણ મંત્રી ટૂંકમાં જ આ અંગેનો સંપૂર્ણ અહેવાલ કબિનેટની બેઠકમાં રજુ કરશે. સાંજ સુધીમાં પરીક્ષા અંગેનો નિર્ણય લેઈ લેવામાં આવશે તે નક્કી છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કહેરને જાતા માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ગુજરાત, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લોકડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં છ જીલ્લાઓમાં લોકડાઉન છે.
આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ સેવાઓ બંધ છે. આવા સંજાગોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે લેવી તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજય સરકારે પણ આ બાબતે મંથન શરૂ કરી દીધું છે અને આજે મળનારી કેબિનેટની બેઠકમાં તેની જાહેરાત કરી દેવાશે. કોરોનાની ગંભીરતાને લક્ષમાં લેતા તમામ ધોરણના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપી દેવામાં આવશે. જેમાં ધો. ૧ થી ૮ અને ધો.૯-૧૧નો સમાવેશ થઈ શકે છે.