વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ માટે વિદ્યાસારથીએ એસ્ટ્રલ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી
-આ પ્રોગ્રામથી વિવિધ કોર્સના પ્રતિભાશાળી વિદ્યાર્થીને લાભ થશે
મુંબઇ, એનએસડીએલ-ઇ ગવર્નન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એજ્યુકેશન સ્કોલરશીપ પોર્ટલ વિદ્યાસારથીએ ગુજરાતમાં હાલમાં અન્ડરગ્રેજ્યુએટ, એન્જિનિયરીંગ અને ડિપ્લોમા કોર્સનો અભ્યાસ કરી રહેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ્સ આપવા માટે એસ્ટ્રલ ફાઉન્ડેશન સ્કોલરશીપ્સ પ્રોગ્રામ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
આ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત બીઈ/બી.ટેકમાં ડિપ્લોમા, બીએસસી એગ્રીકલ્ચર અને બીએસી, બીકોમ, અને બીએ જેવા અન્ય સ્નાતક કોર્સમાં પ્રવેશ મેળવનારા લાયક વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે ભંડોળ મેળવીને કારકીર્દિની મહત્વાકાંક્ષા પૂરી કરી શકશે.
ધોરણ 10 અને 12માં ઓછામાં ઓછા 50 ટકા મેળવનાર અને જેમના માતા-પિતા વર્ષે રૂ. પાંચ લાખ સુધીની આવક ધરાવતા હોય તેવા કોઇ પણ વિદ્યાર્થીને આ સ્કોલરશીપ આપવામાં આવશે. વધુ વિગતો www.vidyasaarathi.co.in પર ઉપલબ્ધ છે.
એસ્ટ્રલ ફાઉન્ડેશનના ડિરેક્ટર જાગૃતિ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, “અમે તમામને શિક્ષણના અધિકારીમાં ખરેખર માનીએ છીએ. તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એ સૌથી પાયાનો અને જરૂરી આધાર છે અને અમે ઇચ્છીએ છીએ કે તેઓ પોતાનું શિક્ષણ ચાલુ રાખે.
અને કોઇ પણ પ્રકારની નાણાંકીય મુશ્કેલીનો સામનો કર્યા વિના પોતાનાં સ્વપ્ન સાકાર કરવા મહેનત કરે. સ્કોલરશીપ પ્રોગ્રામ માટે એનએસડીએલ ઇ-ગવર્નન્સ સાથે ભાગીદારી કરવા બદલ અમે ખુશ છીએ અને અમારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે વિદ્યાર્થીઓની શૈક્ષણિક મહત્વાકાંક્ષા પૂરી કરીશું એવી અમને આશા છે.”
એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગી તરીકે વિદ્યાસારથીને સ્કોલરશીપ કાર્યક્રમનાં તમામ તબક્કાનું સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં એપ્લિકેશનની યોગ્યતા, સ્કોલરશીપની મંજૂરી, ભંડોળની ફાળવણી વગેરેનો સમાવેશ થાય છે. નવા સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત હલે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્ન સાકાર કરી શકશે અને શિક્ષણ માટેની તેમની ધગશ પૂરી કરી શકશે.