વિદ્યાર્થીનીએ રૂમમાં જવાની ના પાડતાં કરિયર ખતમ કરી નાખવાની ધમકી આપી MSUના પ્રોફેસરે
વડોદરાની એમએસયુમાં પ્રોફેસર નીકળ્યો લંપટ-પીડિતાની બહેનપણી સાથેનો ઓડિયો કોલ સામે આવ્યો
(એજન્સી)વડોદરા, વડોદરામાં જાતીય સતામણી કેસમાં વિધર્મી પ્રોફેસર મોહંમદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરાયો છે. પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો કોલ સામે આવ્યો છે. મોહંમદ ઢેરીવાલાએ પીડિતાની બહેનપણી સાથે વાત કરી હતી.
જેમાં લંપટ પ્રોફેસરે પીડિતાના પરિવારને બદમાશ ગણાવ્યો હતો. પ્રોફેસર ઓડિયોમાં કહી રહ્યા છે કે, પરિવારના લોકો એનું જીવન બરબાદ કરી દેશે. મારા રૂમમાં આવીને બેસી જવાનું, બધુ ક્લીયર થઈ જશે. એને સમજાવવું પડશે કે ઈસ્લામ શું છે.
એમ એસ યુનિ.માં વિદ્યાર્થિનીની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. એમ એસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના આસિ. પ્રોફેસર અઝહર ઢેરીવાલા પર વિધાર્થીનીની જાતીય સતામણી કરવાનો આરોપ લાગ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હિન્દુ વિદ્યાર્થીનીની જાતીય સતામણી વિધર્મી આસિ પ્રોફેસરે કરી, પ્રોફેસરે વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવી દેવા પ્રલોભન આપ્યું હતું.
વિધાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ પ્રલોભન આપ્યું હતું. વિધાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લે તો તને પાસ કરવી સારી નોકરી અપાવી દઈશ તેવો મેસેજ કર્યો હતો. આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર અઝહર ઢેરીવાલા સામે વિદ્યાર્થીનીએ મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે સમિતિએ તપાસ કરી છે. તમસમાં ગંભીર તથ્ય બહાર આવ્યા છે. પ્રોફેસરની ઓફિસ સીલ કરવામાં આવી છે.
આર્ટ્સ ફેકલ્ટીના એસોસિયેટ પ્રોફેસર દ્વારા વિધાર્થિનીના જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા વિરુદ્ધ સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપી પ્રોફેસર પર ફરિયાદી વિધાર્થીનીએ તેના રૂમમાં લઈ જઈ જવા દબાણ કર્યાનો આરોપ છે.
વિદ્યાર્થીનીએ રૂમમાં જવાની ના પાડતાં કરિયર ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આરોપી પ્રોફેસરે વિધાર્થીનીના ઘર સુધી પીછો કર્યો હતો. આરોપી પ્રોફેસરે વિધાર્થીની વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પણ પ્રયાસ કર્યો. આરોપી પ્રોફેસર વિધાર્થીનીને અવારનવાર વોટ્સ એપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો હોવાનો આરોપ લગાવાયો છે.