Western Times News

Gujarati News

વિદ્યાર્થીનીએ વડોદરાની હોટલમાં આત્મહત્યા કરી

Files Photo

વડોદરા: વડોદરાની ફેમસ અદિતિ હોટલમાં ફરી એકવાર આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં ૨૨ વર્ષની યુવતીએ અદિતિ હોટેલમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. પારુલ યુનિવર્સિટીના ફોરેન્સિક વિભાગમાં અભ્યાસ કરતી સોનમકુમારી સિંગે હોટલના રૂમમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અદિતિ હોટલના રૂમમાંથી યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી છે. સ્યુસાઈડ નોટમાં યુવતીએ માતા પિતાને સંબોધી સોરી મુજે માફ કર દેના એવું લખ્યું છે. પારુલ યુનિવર્સીટીમાં ભણતી સોનલ નામની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સન્નાટો છવાઈ ગયો છે.

હજુ તો જિંદગી જાેઈ નથી એ પહેલા જ સોનલની જિંદગી અસ્ત થઇ ગઈ. તેણે સ્યૂસાઈડ નોટમાં માતા પિતાની માફી માંગી છે. આત્મહત્યાના બનાવ બાદ વડોદરા પોલીસની શી ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સયાજીગંજ વિસ્તારમાં અદિતિ હોટલ આવેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના મુઝફ્ફરનગરની ૨૨ વર્ષીય સોનમ કુમારી પારુલ યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ વિભાગના ફર્સ્‌ટ યરમાં અભ્યાસ કરતી હતી. તેણે ગઈકાલે સવારે અદિતિ હોટલના રૂમ નંબર ૨૦૨ માં ચેક ઈન કર્યું હતું. તેના બાદ તેના સગાવ્હાલા તેને અહી મળવા આવ્યા હતા. ગઈકાલે બપોરના સમયે રિસેપ્શન પરથી સોનમના રૂમમાં ફોન કરાયો હતો.

પરંતુ કોઈ રિપ્લાય મળતો ન હતો. તેથી સોનમના મોબાઈલ પર સંપર્ક કરવામાં આવ્યો. જ્યાં પણ કોઈ જવાબ ન મળ્યો. ત્યારે હોટલના મેનેજર અને લેડીઝ સ્ટાફ માસ્ટર કી સાથે રૂમમાં પહોંચ્યા હતા. મેનેજરને રૂમના અંદરથી ટીવીનો અવાજ સંભળાયો હતો, પરંતુ બીજુ કંઈ સંભળાતુ ન હતી. જેથી તેમણે માસ્ટર કીથી દરવાજાે ખોલ્યો હતો. જેમાં અંદર સોનમ પંખા સાથે લટકતી હાલતમાં જાેવા મળી હતી. આ ઘટના બાદ હોટલનો સ્ટાફ દોડતો થયો હતો. તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી. રૂમમાં એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સ્યૂસાઈડ નોટમાં સોનમે લખ્યું છે કે મમ્મી-પપ્પા માફ કરજાે.

તમે મને ખુશ રાખી છે પણ હું જિંદગીથી કંટાળી ગઈ છું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ અદિતિ હોટલમાં જ એક શખ્સે આત્મહત્યા કરી હતી. અમદાવાદના ૫૦ વર્ષીય અલ્પેશભાઈ નાનજીભાઈ પટેલ ગઇકાલે વડોદરા શહેરમાં આવ્યા બાદ હોટલ અદિતિમાં રોકાયા હતાં. તેમને એક દિવસ માટે રૂમ બુક કરાવ્યો હતો, જ્યારે હોટલમાં ચેકઆઉટ ટાઇમ હતો ત્યારે રાત્રિના ૮ વાગે પણ અલ્પેશભાઈ પટેલે રૂમ ચેક આઉટ ન કરાવતા હોટલનો કર્મચારી અલ્પેશભાઇના રૂમમાં તપાસ કરવા માટે ગયો હતો. રહસ્યમય સંજાેગોમાં રૂમમાં તેમણે પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.