વિદ્યાર્થીને હિજાબ પહેરીને આવવાની મંજૂરી નહીં અપાય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Mayour.jpg)
મુંબઈ, હિજાબ વિવાદ અંગે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યુ છે કે, મુંબઈમાં કોઈ પણ વિદ્યાર્થીને હિજાબ કે નકિબ પહેરીને આવવા માટેની મંજૂરી ક્યારે પણ નહીં આપવામાં આવે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, મુંબઈમાં તમામ ભાષાઓની સ્કૂલો છે અને દરેક સ્કૂલમાં માત્ર સ્કૂલ યુનિફોર્મને જ મંજૂરી આપવામાં આવી છે.બીજાે કોઈ ડ્રેસ કોડ એલાઉ નથી.કર્ણાટકમાં જે થઈ રહ્યુ છે તે ખોટૂ છે.મુંબઈ તેમજ મહારાષ્ટ્રમાં એવી કોઈ મંજૂરી કોઈ માંગશે નહીં અને માંગશે તો સરકાકર આપશે નહીં.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના માલેગાંવમાં હિજાબની તરફેણમાં મુસ્લિમ મહિલાઓનુ મોટુ સંલમેન યોજાયુ હતુ.જેમાં મહિલાઓને હિજાબ પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી.મંજૂરી વગર યોજાયેલા સંમેલન બદલ જે લોકો પર કેસ થયો છે તેમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના ધારાસભ્યનુ પણ નામ સામેલ છે.
માલેગાંવના મેયર તાહિરા શેખે માલેગાંવમાં બનેલા નવા ઉર્દુ ઘરને કર્ણાટકની વિદ્યાર્થિની મુસ્કાન શેખનુ નામ આપવાની જાહેરાત પણ આ સંમેલનમાં કરી હતી. મુસ્કાન શેખનો વિડિયો તાજેતરમાં વાયરલ થયો હતો.જેમાં તેણે ટોળાના જય શ્રી રામના નારા સામે અલ્લાહૂ અકબરનો નારો લગાવ્યો હતો.SSS