વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા બે શાળાઓ બંધ કરાઈ

(પ્રતિનિધિ) દાહોદ, ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે સાથે સાથે ઓમીક્રોનના આ કેસમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે દાહોદની એક શાળામાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તે શાળા તથા તે જ સંકુલમાં આવેલ અન્ય એક શાળા મળી કુલ બે શાળાઓ બંધ કરવામાં આવી છે.
કોરોના કહેર વચ્ચે છેલ્લા બે વર્ષથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું અને જેમ જેમ કોરોનાનો કહેર ઘટતો ગયો અને કહેર નહિવત રહેતા ઓનલાઇન શિક્ષણ બાદ ધીમે ધીમે નિયંત્રણો સાથે શાળાઓ શરૂ કરવામાં આવી ત્યાં ફરી કોરોના અને ઓમીકોનના કેસ વધી જતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
તેવા સમયે દાહોદ શહેરમાં પણ લિટલફ્લાવર સ્કૂલનો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળાનો વિદ્યાર્થી પોઝિટિવ આવતા અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભય સહિતનો ફફડાટ જાેવા મળી રહ્યું છે. *