વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ બહાર રોડ પર ઓછા સમયગાળામાં બનાવવા માટે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી
બાયડ વાત્રક હાઈવે રોડ પર આવેલ સરકારી વિનયન આટર્સ કોલેજમાં ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ માટે આવતાં હોય છે જે કોલેજ મોડાસા – કપડવંજ હાઈવે રોડ નજીક હોય જે રોડ પર પુરઝડપે દોડતા વાહનોની અવરજવર રહેતી હોય છે. જેને લઈને કોલેજ બહાર કોઇ સ્પીડ બ્રેકર બનાવેલ ન હોવાથી કોલેજમાંથી અવરજવર કરતાં વિધાર્થીઓને ખૂબ તકલીફ પડતી હોય છે માટે અકસ્માત ન સર્જાય તેને લઈને બાયડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ બહાર રોડ પર ઓછા સમયગાળામાં સ્પીડ બ્રેકર બનાવવા માટે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.