વિદ્યા બાલને પાલમપુરમાં વેડિંગ એનિવર્સરી ઉજવી
મુંબઈ: વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરે સોમવારે (૧૪ ડિસેમ્બર) આઠમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. વિદ્યા અને સિદ્ધાર્થ ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે લગ્ન કર્યા હતા. વેડિંગ એનિવર્સરીને રોમાન્ટિક રીતે સેલિબ્રેટ કરવા માટે કપલ થોડા દિવસ પહેલા જ હિમાચલપ્રદેશના પાલમપુર પહોંચી ગયુ હતું.
વિદ્યા બાલન બોલિવુડની તેવી હીરોઈનોમાંથી એક છે, જે પોતાના અંગત જીવનને ખાનગી રાખવામાં માને છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં જાેઈ શકાય છે કે તેનું વેકેશન કેવી રીતે સ્વસ્છતા અભિયાનમાં પરિવર્તિત થઈ ગયું. વાત એમ છે કે, પહાડોની વચ્ચે લોકોએ ફેલાવેલી ગંદકી અને કચરો જાેઈને તેણે ત્યાં સફાઈ કરવાનું નક્કી કર્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તે પહાડોમાંથી બોટલ અને પ્લાસ્ટિકનો કચરો ઉઠાવતો જાેવા મળી રહી છે, સાથે જ તમામને સ્વચ્છતા જાળવવાની અપીલ પણ કરી રહી છે. અગાઉ વિદ્યા બાલન ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે મધ્યપ્રદેશના વનમંત્રી સાથે ડિનર કરવાની ના પાડી હતી.
વિદ્યા બાલનની ફિલ્મના પ્રોડક્શન યુનિટે તારીખ ૨૦ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર સુધીના શૂટિંગ માટે અગાઉથી પરમિશન લીધી હતી. શૂટિંગ માટે વિદ્યા બાલન પણ આવી હતી. ત્યારે વનમંત્રી વિજય શાહે વિદ્યા બાલનની સાથે મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ મુલાકાત માટે સવારે ૧૧થી ૧૨નો સમય નક્કી કરવામાં આવ્યો પણ વનમંત્રી સમયસર આવ્યા નહીં. તેઓ સવારની જગ્યાએ સાંજે ૫ વાગ્યે આવ્યા અને મુલાકાત બાદ વિદ્યા બાલનની સાથે ડિનર માટેનું આમંત્રણ આપ્યું પણ વિદ્યા બાલને ના પાડી દીધી હતી. જેના બીજા દિવસે શૂટિંગ માટે ગાડીઓ રોકવામાં આવી હતી અને આ બધું વનમંત્રીના ઈશારે થયો હોવાનો આરોપ લાગ્યો હતો. આ અંગે બાદમાં સ્પષ્ટતા કરતાં વિજય શાહે કહ્યું હતું કે, જેમણે શૂટિંગ માટે પરવાનગી માગી હતી
તેમની વિનંતી પર હું બાલાઘાટ ગયો હતો. તેમણે મને લંચ અથવા ડિનર માટે રોકાઈ જવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ શક્ય ના હોવાથી મેં તેમને ના પાડી હતી અને કહ્યું હતું કે, જ્યારે મહારાષ્ટ્ર આવીશ ત્યારે મુલાકાત ગોઠવીશ. લંચ કે ડિનરનું આયોજન કેન્સલ થયું હતું શૂટિંગ નહીં.