વિદ્યુત જામવાલે ફોટોગ્રાફરને ૪૦ હજારનું જેકેટ ગિફ્ટ કર્યું
મુંબઈ: બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ તેના એક્શન સીન્સ માટે ખૂબ જાણીતો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક્ટર વિદ્યુત જામવાલનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે એક ફોટોગ્રાફરને પોતાનું જેકેટ ઉતારીને ગિફ્ટ આપતો જાેવા મળી રહ્યો છે. વિદ્યુત જામવાલનો આ વિડીયો તેના ફેનપેજે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. વિદ્યુત જામવાલના આ વિડીયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વિડીયોમાં તે ફોટોગ્રાફર પણ વિદ્યુત જામવાલનું જેકેટ મેળવીને ખુશ જાેવા મળી રહ્યો છે.
વિદ્યુત જામવાલને જાેઈને એક ફોટોગ્રાફર ત્યાં પહોંચી જાય છે અને પૂછે છે કે સર તમે કેમ છો? પછી આ ફોટોગ્રાફર વિદ્યુત જામવાલને કહે છે કે સર તમારું આ જેકેટ મસ્ત છે. ફોટોગ્રાફરની આ વાત સાંભળીને વિદ્યુત જામવાલ તરત જ પોતાનું જેકેટ ઉતારીને તેને ગિફ્ટરૂપે આપે છે. વિદ્યુત જામવાલ ત્યાંથી જતા-જતા તે ફોટોગ્રાફરને કહે છે કે તમારું કામ આ રીતે જ ચાલુ રાખો.
સોશિયલ મીડિયા પર આ વિડીયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામની આ પોસ્ટ શેર કરતા એવું પણ લખવામાં આવ્યું છે કે વિદ્યુત જામવાલે પોતાનું રૂપિયા ૪૦ હજારનું જેકેટ ફોટોગ્રાફરને ગિફ્ટ કર્યું. અહીં નોંધનીય છે કે ફિલ્મ ‘ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટર વિદ્યુત જામવાલ તેના એક્શન સીન્સથી હંમેશાં ચર્ચામાં રહે છે. વિદ્યુત જામવાલની જાણીતી હિન્દી ફિલ્મોમાં ‘જંગલી’, ‘કમાન્ડો સિરીઝ’, ‘યારા’, ‘ખુદા હાફીઝ’, ‘ધ પાવર’ અને ‘બુલેટ રાજા’ વગેરેનો સમાવેશ થાય છે. ૪૦ વર્ષનો વિદ્યુત જામવાલ પ્રશિક્ષિત માર્શલ આર્ટિસ્ટ છે.