વિધવા-ત્યકતા સમાજની જરૂરિયાત બહેનાને અનાજની કીટનું વિતરણ

શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આજ રોજ કામેશ્વર મંદિર, અંકુર, નારણપુરા, અમદાવાદ ખાતે વિધવા-ત્યકતા સમાજની જરૂરિયાત બહેનાને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આશરે ૪૦૦ જેટલી બહેનોને અનાજની કીટ દાતાશ્રીએ અને સંસ્થાના હોદ્દેદારો દ્વારા આપવામાં આવી.
આશરે ૧૫ કિલો અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો ભેગા થયા હતા. આ પ્રસંગને દિપાવવા પ્રિ. ભીખુભાઈ એલ. પટેલ, બાબુભાઈ કે. પટેલ, અનુજભાઈ પટેલ, વસંતભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.