Western Times News

Gujarati News

વિધવા, ત્યકતા સહિત કોઈપણ મહિલા સરોગેટ માતા બની શકશે

પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટે બુધવારે સરોગેસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૨૦ને મંજૂરી આપી હતી. જે માતા પિતા ન બની શકતા ભારતીય યુગલો ઉપરાંત કોઈપણ મહિલાને સરોગેટ માતા બનવાની મંજૂરી આપે છે અને દરખાસ્ત કરી હતી કે વિધવાઓ અને છૂટાછેડા લીધા હોય તેવી મહિલાઓને પણ આનો લાભ મળી શકે છે.

ખરડામાં રાજ્યસભાની સિલેક્ટ કમિટી દ્વારા કરવામાં આવેલી સમસ્ત ભલામણોને સામેલ કરવામાં આવી છે. આ ખરડો વ્યવસાયિક સરોગેસીને પ્રતિબંધિત કરે છે અને પરોપકાર માટેની સરોગેસીને મંજૂરી આપે છે, એમ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ-જાવડેકરોને કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું આ ખરડો માત્ર ભારતીય યુગલને જેમાં બંને ભારતીય મૂળના હોય તેમને આ દેશમાં સરોગેસી અપનાવવાની મંજૂરી આપે છે.

તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના પ્રજનન માટેના હકોના મુદ્દા પર મુક્ત દ્રષ્ટિકોણ અપનાવતાં આગળ પડીને નેતૃત્વ કર્યું હતું પછી તે ગર્ભાવસ્થાનું મેડિકલ ટર્મિનેશન હોય, અસિસ્ટેડ રિપ્રોડÂક્ટવ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ હોય અથવા સરોગેસી બિલ હોય.

સુધારેલો ખરડો ઓગસ્ટ ૨૦૧૯માં લોકસભામાં પસાર કરાયેલાં મુસદ્દાનું સુધારેલું સંસ્કરણ છે. તે કાયદાની કેટલીક જાગવાઈઓની ટીકા કરાઈ હતી. જેમાં યુગલના નજીકની સંબંધી જ સરોગેટ માતા બની શકતી હોવાની જાગવાઈ સામેલ છે.
ત્યારબાદ સરકાર આ ખરડાને રાજ્યસભાની સિલેક્ટ કમિટી પાસે મોકલવા રાજી થઈ હતી. જેની અધ્યક્ષતા ભાજપ સાંસદ ભૂપેન્દ્ર યાદવે કરી હતી. બજેટ સત્રનો બીજા ભાગ આવતા મહિને શરૂ થશે ત્યારે આ ખરડાને રજૂ કરાય તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.