વિધવા પર દુષ્કર્મ: પાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો
રીવા, મધ્યપ્રદેશના સીધીમાં ઝારખંડ જેવો ગેંગરેપ કેસ સામે આવ્યો છે. સીધી જિલ્લા મુખ્યાલયથી ૪૦ માઇલ દૂર અમિલિયા વિસ્તારમાં મહિલાની સાથે ત્રણ યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું અને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાંખી દીધો. પીડિતાની હાલત ગંભીર છે અને તેની રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે ત્રણેય આરોપી યુવકોની ધરપકડ કરી લીધી છે. બે દિવસ પહેલાં આવી જ બીભત્સ ઘટના ઝારખંડના ચતરાથી સામે આવી હતી જ્યાં ત્રણ લોકોએ એક મહિલાની સાથે ગેંગરેપ બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં ગ્લાસ નાંખી દીધો હતો.
પીડિત મહિલાના પતિનું ચાર વર્ષ પહેલાં મોત થઇ ચૂકયું છે અને તે પોતાના બે દીકરાઓની સાથે ઝૂંપડીમાં દુકાન ચલાવીને જીવનનિર્વાહ ચલાવે છે. શનિવાર રાત્રે ગામના જ ત્રણ યુવકોએ મહિલાને અવાજ આપી પાણી માંગ્યું. મહિલાએ પાણી ના હોવાની વાત કહેતા આરોપી ઝૂંપડીને પગથી પાટા મારીને તોડીને અંદર ઘૂસી ગયા. મહિલાએ બચાવોપબચાવોની બૂમો પાડી મદદ માંગી પરંતુ આજુબાજુના ખાસ વસતી ના હોવાના લીધે કોઇને તેનો અવાજ સંભળાયો નહીં. આરોપીઓએ મહિલાની સાથે દુરાચાર કર્યો. દરિંદગીની હદ તો ત્યારે થઇ જ્યારે ગેંગરેપ બાદ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાંખી દીધો. ઘટના બાદ પીડિતાના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું જે બીજા દિવસે પણ ચાલુ રહ્યું.
પીડિતાને તેની બહેન પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્ર અમિલિયા લઇ ગઇ જ્યાંથી જિલ્લા હોસ્પિટલ માટે રેફર કરી દીધી. પીડિત મહિલા ઠંડીથી ઠુઠવાય રહી હતી. તેની સ્થિતિ જાેઇને પોલીસ અધિક્ષક અંજૂલતા પટેલે તેમણે પોતાના સાલ અને જેકેટ તેને પહેરાવીને રીવા રીફર કરી દીધી. અમિલિયા પોલીસે આરોપી લલ્લુ કોલ, ભાઇલાલ પટેલ અને બીજા એક શખ્સની ધરપકડ કરી લીધી છે.SSS