વિધવા પેન્શન યોજનામાં સુધારો કરવાની માંગ સાથે ભરૂચમાં યોજાશે
૧૦ થી ૧૫ હજાર વિધવા મહિલાઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રવિવારે ઉમટશે:આવક મર્યાદા દૂર કરવા,સોગંદનામા ની જટીલ પ્રક્રિયા દૂર કરવા તથા પેન્શન ૧૨૫૦ ના સ્થાને રૂપિયા ૩૦૦૦ આપવાની માંગ ઉઠાવશે.
ભરૂચ: ગુજરાત સરકાર ની વિધવા પેન્શન યોજના માં એક વર્ષ પહેલા ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ ના નેજા હેઠળ ભરૂચ માં ૨૫૦૦૦ વિધવા મહિલાઓ એ સુધારો કરવાની માંગ ઉઠાવી હતી.જેમાં સરકારે ઉમર નો બધ દુર કરી પેન્શન માં વધારો કરવાની જાહેરાત કરી હતી.પરંતુ તેમાં હજી પણ કેટલીક તૃટીઓ રહેતા ફરી એકવાર ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિશાળ વિધવા મહિલા સંમેલન રવિવારે યોજાવા જઈ રહ્યું છે.જેમાં ઠરાવ કરી વધુ ત્રણ સુધારા રાજ્ય સરકાર જાહેર કરે તેવી માંગ ઉઠાવવામાં આવશે.
આજરોજ ભરૂચ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ ના પ્રમુખ અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા એ પ્રેસ મીડિયા ને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ની વિધવા પેન્શન સહાય યોજના માં ધણી વિસંગતતાઓ હતી.આ વિસંગતતાઓ દુર કરવા ભરૂચ – નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ ના નેજા હેઠળ ૨૯ મી ડીસેમ્બર ૨૦૧૮ ને રવિવાર ના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિશાળ વિધવા મહિલા સંમેલન યોજાયું હતું.જેમાં વિવિધ ઠરાવ પસાર કરી પેન્શન યોજનાની વિસંગતતાઓ દુર કરવાની માંગ કરવામાં આવી હતી.જેમાં રાજ્ય સરકારે વિધવા મહિલા ની ઉમર ની મર્યાદા દુર કરવા સાથે પેન્શન માં વધારો કરી રૂપિયા ૧૨૫૦ ચુકવવાની જાહેરાત કરી હતી.આમ છતાં હજી પણ તેમાં ધણી તૃટી ઓ જોવા મળે છે જેથી જેથી વિધવા મહિલાઓ ને ન્યાય નથી મળતો.
વિધવા પેન્શન માટે આવક નો દાખલો મેળવવા માં ગરીબ વિધવાઓ ને ધણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.સોગંદનામા ની પ્રક્રિયા પણ જટીલ છે.આ બંને સમસ્યાઓ હલ કરવાની માંગ તથા મોંધવારી ના સમય માં વિધવા પેન્શન ૧૨૫૦ થી નથી પરંતુ રૂપિયા ૩૦૦૦ મળે તો વિધવા મહિલા સ્વમાનભેર જીવી શકે તેવી માંગ માટે આગામી ૨૯ મી ડીસેમ્બર ૨૦૧૯ ને રવિવાર ના રોજ ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફરી વિશાળ વિધવા મહિલા સંમેલન યોજાશે જેમાં વિધવા પેન્શન સહાય માં રહેલી તૃટીઓ ને દુર કરવાની માંગ ઉઠાવવામાં આવશે.
વિધવા મહિલાઓ માટે દારૂબંધી આશીર્વાદ નહિ પણ અભિશાપ : પૂર્વ વન મંત્રી ખુમાણસિંહ વાંસિયા ગુજરાત માં દારૂબંધી હોવા છતાં પણ મોટા પાયે વિદેશી-દેશી દારૂ ઠલવાય છે,વેચાય છે અને પીવાય પણ છે.જેમાં યુવાધન વેડફાય છે.દારૂ ના વ્યસન ના કારણે અને તકલાદી દારૂ પીવાથી યુવાનો અકાળે મોતને ભેટે છે.યુવા વિધવાઓ ની સંખ્યા માં સતત વધારો થઈ રહ્યો છે.દારૂબંધી ને સફળ બનાવવામાં તમામ સરકારો નિષ્ફળ ગઈ છે.
વધુ માં સરકારે ગુજરાત ની ચેક પોસ્ટો બંધ કરી દેતા બે રોકટોક દારૂ ગુજરાત માં ઠલવાય છે.લીકર રાજાઓ માટે ગુજરાત આશીર્વાદ રૂપ બન્યું છે.ગુણવત્તા વિના નો દારૂ અહી ઠાલવે છે.એજ રીતે નુકશાન કારક પદાર્થો નો ઉપયોગ થી દેશી દારૂ બનાવવામાં આવે છે.જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે.ગુજરાત માં દારૂબંધી આશીર્વાદ રૂ નહિ પણ અભિશાપ રૂપ સાબિત થઈ છે.સરકારે આ દારૂબંધી દુર કરવી જોઈએ.