વિધાનસભાના પરિણામ બાદ વિજય સંરઘસ પર ચુંટણી પંચની રોક
નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે. ત્યારે આવા કપરા સમયમાં ચૂંટણી સંબંધિત રેલીઓ કાઠવાને લઇને મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણીપંચને ખખડાવ્યા હતા. જે બાદ આજે ચૂંટણીપંચની આંખો ખુલી છે અને તેણે ૨ મે નાં પરિણામ બાદ વિજય સંરઘસ પર રોક લગાવી દીધી છે.
ચૂંટણી પંચે ૫ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પહેલા વિજય સરઘસ પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે ૨ મે નાં રોજ મતગણતરી દરમિયાન અથવા તે પછી વિજય સરઘસ કાઠવા પર પ્રતિબંધ રહેશે. દેશભરમાં કોરોના સંક્રમણનાં ઝડપથી વધી રહેલા કેસોને કારણે ચૂંટણી પંચે આ ર્નિણય લીધો છે. આ પહેલા સોમવારે મદ્રાસ હાઈકોર્ટે કોરોનાનાં કેસોમાં થઇ રહેલા ઝડપી વધારા માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કેસોમાં ઝડપથી વધારો થવા માટે માત્ર ચૂંટણી પંચ જ જવાબદાર છે અને આ માટે તેના અધિકારીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવો જાેઇએ.
કોર્ટે ચૂંટણી પંચને ઠપકો આપતા કહ્યું કે, જાે ચૂંટણી પંચે ૨ મે નાં રોજ મતગણતરી દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની યોજના રજૂ નહીં કરે તો તે મતગણતરી રોકાવી દેશે. મદ્રાસ હાઈકોર્ટે ઠપકો આપ્યો હતો કે, દેશમાં થયેલી કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર છે. કોર્ટે કહ્યું હતું કે બંધારણીય મંડળ તરીકે ચૂંટણી પંચ ખૂબ બેજવાબદાર રહ્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચે હાઈકોર્ટની ઠપકા પછી જ ૨ મે નાં રોજ સરઘસ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો છે. કોરોના સંક્રમણનાં ઝડપથી વિકસતા કેસોમાં પંચનો આ ર્નિણય મહત્વપૂર્ણ છે.