વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન ઓડિયો કે વિડીયો રેકોર્ડીંગ કરી વાયરલ કરવો વિશેષાધિકારનો ભંગ ગણાશે :
ગાંધીનગર, સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, તા.૧૨મી જુલાઈ ૨૦૧૯ના રોજની વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમ્યાન શિક્ષણ વિભાગની માંગણીઓ અંગેની ચર્ચા દરમ્યાન વાંસદા મતવિસ્તારના ધારાસભ્યશ્રી અનંતકુમાર પટેલે તેમના વિસ્તારમાં આવેલી શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે વિધાનસભા અધ્યક્ષશ્રીને ફરિયાદ કરી હતી કે ગૃહમાં ચાલતી કાર્યવાહીના વિડિયો ફરે છે અને તેઓ પણ વિડિયો ઉતારીને મોકલાવશે તો શું સારું લાગશે?
માનનીય અધ્યક્ષશ્રીએ આ પ્રકારે જો વિડિયો ફરતા હોય તો તે હકીકત ખૂબ જ ગંભીરતાથી લેવા જણાવ્યું છે. ગૃહની કાર્યવાહી દરમ્યાન કોઈ સભ્ય દ્ધારા ઓડિયો કે વિડિયો રેકોર્ડિંગ કરી તેને વાઈરલ કરવો તે બાબત તેવા સભ્ય દ્ધારા ગેરવર્તણૂક સમાન છે તે બાબત નિ:શંક છે. આ બાબત વિશેષાધિકારનો ભંગ બને છે કે કેમ તે પણ વિચારણા માંગી લે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
Hurry Up Limited offer ! Click Below to Buy