વિધાનસભાની પબ્લીક એકાઉન્ટ કમિટી માત્ર કાગળ ઉપર છે
ગાંઘીનગર: ગુજરાત વિધાનસભામાં વિધાનસભાની કાર્યવાહી સુપેરે ચાલે તે હેતુ વિવિધ સમિતિની રચના થાય છે. વિધાનસભાની વિવિધ ૧૨ જેટલી સમિતિ પૈકી જાહેર હિસાબ સમિતિનું મહત્વ સૌથી વધારે છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે વિપક્ષના સભ્યની નિયુક્તિ થાય છે. જેમાં હાલ ઉનાના ઘારાસભ્ય પૂંજાભાઇ વંશની નિ.યુક્તિ થઇ છે. ગુજરાતમાં સરકારના વહીવટ , આર્થિક સ્થિતિ અને સામાજિક સ્થિતિ અંગે સમિતિ પોતાનો રિપોર્ટ સરકારને આપે છે. વર્ષ-૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી બાદ હજી થોડા સમય અગાઉ જ ૩.૫ વર્ષના અંતે વિવિધ કમિટીની રચના થઇ ,
જેમાં વિપક્ષના સિનિયર ધારાસભ્ય પૂંજાભાઇ વંશનો સમાવેશ થયો છે. વિધાનસભામાં મહત્વ ધરાવતી જાહેર હિસાબ સમિતિ ગુજરાતસરકારના વહીવટ – આર્થિક સ્થિતિ અને સામિજક સ્થિતિ સહિતના મુદ્દા પર ચર્ચા કરે છે. જાહેર હિસાબ સમિતિમાં રજૂ થતાં મુદ્દે સરકાર દ્વારા તપાસ પણ કરાવામાં આવે છે. વહીવટમાં રહેલી ગેરરીતિ , આર્થિક સ્થિતિમાં ગોટાળા અને રાજ્યની સામજિક સ્થિતિ અંગે માહિતી રિપોર્ટ આપવામાં આવે છે. જાહેર હિસાબ સમિતિમાં અહેવાલ , અહેવાલમાં તથ્ય અને તારણ ઉપરાંત જાે કોઇ દોષી હોય તો તેમના સામે શું પગલાં લેવા જાેઇએ, એ અંગેની ભલામણ પણ કરવામાં આવે છે.
વિધાનસભાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકારને સાડાત્રણ વર્ષ વિત્યા પછી આજ સુધીમાં જાહેર હિસાબ સમિતિની ૯૬ બેઠકો યોજાઇ છે, આશ્ચર્યની વાત એ છે કે ૯૬ બેઠકોપૈકી સમિતિએ પોતાનો એકપણ રિપોર્ટ આજદિન સુધી સરકારને સુપ્રત કર્યો નથી. એટલું જ નહીં સરકારમાં રિપોર્ટ નહીં કરાતાં ૯૬ મિટીંગમાં થયેલી ચર્ચા અનૌપતારિક રહી છે. રિપોર્ટ જ સરકારને સોંપાયો નથી .પરિણામે સમિતિએ કરેલી ભલાણનો અમલ પણ થયો નથી. વાસ્તવમાં કમિટીએ કરેલી ભલામણનો અમલ સરકારે કરવાનો હોય છે
શક્ય કાર્યર્વાહી કે શિક્ષાત્મક પગલાં પણ લેવાનો હોય છે. હાલ ૯૬ ફરિયાદ પરંતુ રિપોર્ટ જ થયો નથી.પરિણામે આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી, જાહેર હિસાબ સમિતિ દ્વરા થતાં રિપોર્ટ અને સમિતિની થતી ભલામણનો અમલ સરકારના જે-તે- વિભાગે કરવાનો હોય છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં ૯૬ બેઠકો યોજ્યા બાદ આજે પણ એક પણ કર્મચારી – અધિકારી સામે પગલાં લેવાયા નથી. હવે રૂપાણી સરકાર પાસે હજી ૧,૫ વર્ષનો સમય છે. ત્યારે સમિતિના રિપોર્ટ કે સરકારની ભલામણનો અભ્યાસ કરી કર્મચારી – અધિકારી કે અન્યકોઇપણ સામે પગલાં લેવાશે.