Western Times News

Gujarati News

વિધાનસભા અને લોકસભામાં પણ ઉંમર મુજબ મતદાન જરૂરીઃ વજુભાઈ વાળા

રાજકોટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે રાજ્યની ૬ મહાનગર પાલિકામાં ચૂંટણી યોજાઇ હતી ત્યારે કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા કે જેવો મતદાન કરવા માટે ખાસ રાજકોટ આવી રહ્યા હતા. તેની વચ્ચે વજુભાઈ વાળાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આજે તેમણે પોતાના મતદાન ક્ષેત્ર મતદાન કર્યું હતું.

રાજકોટ મનપાની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળાએ હરિહર હોલમાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટ મનપામાંથી કરી હતી. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વજુભાઇ વાળાએ મતદાન કર્યુ હતું. તેઓએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, સારૂ કર્યુ કે આ વખતે યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. વિધાનસભાના અને લોકસભામાં પણ બંધારણમાં વર્ષ નક્કી કરવા જાેઇએ.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વોર્ડ નં.૯માં પરિવાર સાથે મતદાન કર્યુ હતું.

મતદાન કરતા સમયે કમલેશ મિરાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો. કમલેશ મિરાણીએ ચહેરા પર ભાજપના નિશાન કમળવાળું માસ્ક પહેરી મતદાન કર્યુ હતું.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાનવાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ થયો છે.આ બાબત સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.