વિધાનસભા ખાતે પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અપાઇ
પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે આજે વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ દ્વારા વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
આ જન્મજયંતી નિમિત્તે વિધાનસભા સચિવાલયના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ નહેરૂ યુવા કેન્દ્રના અધિકારીઓએ ઉપસ્થિત રહીને પંડિત નહેરૂજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં પંડિત જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ એટલે કે ૧૪મી નવેમ્બરને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.