વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજની આવતીકાલે મહાબેઠક
અમદાવાદ, ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સામાજિક આગેવાનો પોત પોતાના સમાજની માંગોને લઈ સક્રિય થઈ ગયા છે.
સરકાર સમક્ષ પ્રેશર પોલિટીક્સની રમત રમાઈ રહી છે. તો આ તરફ ગુજરાતમાં ૧૪% વોટબેન્ક ધરાવતા પાટીદાર સમાજની મહાબેઠક મળી રહી છે.આવતીકાલે અમદાવાદમાં વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક મળશે. પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે યોજાનારી આ બેઠકમાં પાટીદાર સમાજના રીત રિવાજ, હાલ પ્રશ્નો તેમજ અનામત કેસ પરત અને PSI ની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે પણ ચર્ચા થશે.
મહત્વનું છે કે પાટીદાર સમાજના આગેવાનોની આ બેઠક ચૂંટણી સમયે મળી રહી છે. ત્યારે બેઠકમાં થયેલા મંથન બાદ સરકાર સમક્ષ અમુક માગણીઓ એક જૂથ થઈ રાખવામાં આવી શકે જેનો સીધો ફાયદો સમાજને થઈ શકે છે. સાથે મુઝવતા સામાજિક મુદ્દા પર પણ એકમત થઈ કોઈ ર્નિણય સમાજ માટે જાહેર કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે આ બેઠકમાં પાટીદાર સમાજના સામાજિક સંસ્થાના અગ્રણી સિવાય અન્ય કોઈ પણને પણ આ મહત્વની મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. ખાસ કરીને આંદોલન સાથે જાેડાયેલા પાસ આગેવાનો તેમજ એસપીજી જેવા પાટીદાર સમાજના સક્રિય જૂથો આ બેઠકમાં ભાગ નહીં લે.SS3KP