વિધાનસભા છ સીટની પેટાચૂંટણીને લઇ રાજકીય ગરમી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-western-times-news.jpg)
નવી દિલ્હી, લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ફરીથી જાશની સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. ગુજરાતમાં યોજાનાર આગામી વિધાનસભા પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટી તરફથી જારદાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે જે વિધાનસભા ક્ષેત્રોમાં પેટાચૂંટણી યોજાનાર છે ત્યાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે.
કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે ખુબજ સાવચેતીપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપવા માટે ઇચ્છુક છે. સાથે સાથે પેટાચૂંટણીમાં એવા કાર્યકરોને ટિકિટમાં પ્રાથમિકતા આપશે જે સ્થાનિક છે અને પાર્ટી પ્રત્યે સમર્પિત રહેલા છે.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, મધુસુદન મિ†ી સહિતના નેતાઓ મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને સુરત જેવા જુદા જુદા જિલ્લાઓ અને વિધાનસભા ક્ષેત્રોમાં કાર્ય સમિતિની બેઠક કરી ચુક્યા છે.
આ વખતે જે બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાનાર છે તેમાં વિધાનસભાની છ બેઠકો અમરાઈવાડી, ખેરાલુ, લુણાવાડા, થરાદ, બાયડ અને રાધનપુરનો સમાવેશ થાય છે. અમરાઈવાડી સીટથી હસમુખ પટેલ, ખેરાલુમાંથી ભરતસિંહ ડાભી, લુણાવાડામાંથી રતનસિંહ રાઠોડ અને થરાદમાંથી પરબત પટેલ ધારાસભ્ય હતા પરંતુ આ તમામ લોકસભા ચૂંટણીમાં જીતી ગયા બાદ આ ભાજપ ધારાસભ્યોએ રાજીનામા આાપી દીધા હતા.
જ્યારે રાધનપુરમાંથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડમાંથી કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની પેટાચૂંટણી માટે મતદાન બાદ રાજીનામુ આપી દીધું હતું જેથી આ બંને સીટો પણ ખાલી થઇ છે. અન્ય ત્રણ વિધાનસભા સીટો મોડવાહડપ, તલાલા અને દ્વારકા સીટોનો મામલો કોર્ટમાં છે. હાલમાં ભાજપમના ધારાસભ્યોની સંખ્યા ૧૦૦ છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૬૯ છે. ચૂંટણીને લઇને તમામની નજર તૈયારીઓ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે.