વિધાન સભાની ચૂંટણીમાં મોંઘવારી, શિક્ષણ, પેપર લીકના મુદ્દા પ્રચારમાં રહેેશે
શાસક ભાજપ વિકાસની ગાથા રજુ કરશેઃ કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓના લાભાલાભ પ્રજા સુધી પહોંચાડવા નેતાઓની ફૌજ મેદાનમાં ઉતરશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાતમાં આગામી વિધાન સભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે વાકયુધ્ધની સાથે સાથેે ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શાસક પક્ષ ભાજપ સામેે વિપક્ષમાં કોંગ્રેસની સાથે આમઆદમી પાર્ટી જાેવા મળશે. આમ જાેવા જઈએ તો ત્રિ-પાંખીયો જંગ ખેલાશે એવંું કહી શકાય.
ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી (આપ) તરફથી કવાયત હાથ ધરવામાં આવી છે. ભાજપે તો બુથ લેવલ સુધીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વોર્ડ પ્રમાણે ટીફીન બેઠકો પરિચળ બેઠકો સહિત અલગ અલગ સ્તરે કામગીરી ચાલી રહી છેે. ભાજપના કેન્દ્રીય નેતાઓનું આગમન વધી ગયુ છે.
આગામી દિવસોમાં પણ વધુ દિગ્ગજનેતાઓની પધરામણી થશે. તેવી જ રીતે કોંગ્રેસેે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક વોર્ડમાં કોંગી કાર્યકરો તેના પ્રભારીઓ (જે તે વિધાનસભાદીઠ) વચ્ચે બેઠકોનુ આયોજન થઈ રહ્યુ છે.
આગામી દિવસોમાં કોંગ્રેસ ‘સોફડ હિંદુત્વ’ પર આગળ વધે એવી વાત ચાલી રહી છે. હવે ત્રીજા પરિબળ આપ’ના આગેવાનો-કાર્યકરો પરા વિસ્તારોમાં બેઠકો યોજી રહ્યા હોવાનું કહેવાય છે. આમઆદમી પાર્ટી બે મોટા રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસને દોડતા કરી દેશે એમ નિષ્ણાતોનું માનવુ છે.
આ વખતે વિપક્ષો જુદા જુંદા મુદ્દાઓને લઈને ઉતરશે તેમ નાય છે. તેમાં મોંઘવારીનો મુદ્દો ટોચ પર રહેશે એની સાથે શિક્ષણ, પેપર લીક સહિતના મુદ્દાઓનેે આવરી લેશે એ સ્વાભાવિક છે. વિપક્ષોના આ તમામ મુદ્દાઓ સામે શાસક ભાજપ વિકાસની ગાથા રજુ કરશે. કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારોની પ્રજાલક્ષી યોજનાઓ તથા કાશ્મીરમાં ૩૭૦ ની કલમ નાબૂદી સહિતના મુદ્દાઓને પ્રજા સમક્ષ રજુ કરશે.
કેન્દ્રની સરકારની યોજનાઓના લાભાલાભ પ્રજા સુધી પહોંચાડવા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે નેતાઓની ફોજ નજીકનાદિવસોમાં કામે લાગી જશે. હાલમાં શહેરી વિસ્તારમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ, મા-કાર્ડ સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે. પ્રજાના સામાન્ય પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તે માટે કેટલાંક સ્થળોએ તો કેન્દ્રો પણ શરૂ કરી દેવાયા છે.