વિધાર્થીઓ શિસ્ત,સમર્પણ અને ધ્યેય નિર્ધાર ભાવ સાથે જીવનમાં આગળ વધે :આણંદ કલેકટર
મોગર ડૉ. જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો વાર્ષિકોત્સવ યોજાયો –સ્પંદન –2020 કલ્ચર કાર્યક્રમમા વિધાર્થીઓએ ક્રુતિઓ રજુ કરી
કલેકટરશ્રી આર.જી.ગોહિલે વિધાર્થીઓને શિસ્ત,સમર્પણ અને ધ્યેય નિર્ધાર ભાવ સાથે જીવનમાં આગળ વધવા અનુરોધ કર્યો છે.આણંદ જિલ્લાના મોગર ખાતે ડૉ. જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વાર્ષિકોત્સવ નિમિત્તે યોજાયેલ સ્પંદન -2020 કલ્ચર કાર્યક્રમને કલેકટરશ્રી આર.જી.ગોહિલે, જૂનાગઢ ના શ્રી ગોવિંદે શ્વરા નંદગીરી બાપુની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂક્યો હતો.
કલેકટરશ્રી એ યુવાનો દેશનું ભાવિ છે, ત્યારે જીવનમાં સખત મહેનત અને પુરુષાર્થ કરી યુવાનોને પોતાની કારકિર્દી ઘડતર કરવા જણાવ્યું હતું. યુવાનોમાં અનેક રચનાત્મક શકિતઓ પડેલી છે જે આવા કાર્યક્રમો દ્વારા ઉજાગર થાય છે તેમ તેમને ઉમેર્યું હતું. જૂનાગઢના શ્રી ગોવિંદે શ્વરા નંદગીરી બાપુએ ગામડાઓના વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા ભાવ થી શરુ કરાયેલ આ સંસ્થા આવનાર દિવસોમાં સ્વાયત યુનિવર્સિટી બને તેવા આશીર્વાદ પાઠવી વિધાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરી માતા પિતા અને સંસ્થાનું નામ રોશન કરવા જણાવ્યું હતું.
ડી.જે.એમ.આઇ. ટી ના ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ શ્રીમાળી એ જણાવ્યું કે હ્રદયમાંથી બહાર આવે તે સ્પંદન.સ્પંદન પ્રાણવાયુ છે,જે લઘૂતાથી ગુરુતા તરફ,અંધકારમાંથી અજવાળા તરફ અને અજ્ઞાન માંથી જ્ઞાન તરફ લઈ જાય છે.સંસ્થામાં શિક્ષણ,સંસ્કાર અને આધ્યાતમિકતાના ગુણો સાથે વિધાર્થીઓનું ઘડતર થઈ રહ્યું છે.
ડી.જે.એમ.આઇ.ટી માં છેલ્લા દસ વર્ષમાં 60 ફેકલ્ટીમાં હજારો વિધાર્થીઓએ પોતાની કારકિર્દી નું ઘડતર કર્યું છે. એટલુંજ નહી મોટા ભાગના વિદ્યાર્થીઓ નું કેમ્પસ પ્લેસમેન્ટ થતાં વિવિધ કંપનીઓમાં પોતાની કારકિર્દી બનાવી છે. કોલેજના વિદ્યાર્થીઓ એ આ અવસરે વિવિધ કલ્ચર કાર્યક્રમો રજૂ કર્યા હતા.
પ્રારંભમાં કોલેજના આચાર્યશ્રી બી.આર.પારેખે સૌનો આવકાર કરી સંસ્થાની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. આ અવસરે કાર્યકારી નિયામક કમલેશ સોલંકી,સંજય શ્રીમાળી,હરીશભાઈ પટેલ, ફેકલ્ટી હેડ,સ્ટાફ,વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.