વિધાર્થીનીએ દૂષિત પાણીથી જ પાણીને શુદ્ધ કરી શકાય તેવું સંશોધન કર્યું
અમદાવાદ, દુષીત પાણીને શુધ્ધ કરવાના વિષ પર ગુજરાત યુનિર્વસિટીમાં પીએચડી અભ્યાસ કરતી વિધાર્થીની દેવાંગી શુકલે પ્રદુષીત પાણીથી જ પ્રદુષીત પાણીને શુદ્ધ કરી શકાય તેવી બાયોરેમીડીએશન પદ્ધતિ દ્વારા ઉકેલ બતાવ્યો છે.
દેવાંગીએ ઔધોગીક એકમો દ્વારા છોડવામાં આવતા દુષીત પાણીમાંથી બેકટેરીયાની ઓળખ કરીને તેનું વિશ્લેષણ કર્યું.
આ જ બેકટેરીયાને દુષીત પાણીમાં ભેળવીને તેને શુદ્ધ કર્યું. દેવાંગીનો આ અભ્યાસ દ્વારા દાવો છે કે આ પદ્ધતિથી દુષીત પાણીને ૭૦ ટકાથી વધુ શુદ્ધ કરી શકાય છે. તે ઉપરાંત અશુદ્ધ પાણીથી જળચર પ્રાણીઓને થતા નુકશાનમાં પણ ઘટાડો થઈ શકે છે.
દેવાંગીએ ગુજરાત યુનિર્વસિટીના લાઈફ સાયન્સ વિભાગમાંથી મેનેજમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ઓફ ગુજરાત થ્રુ બાયોરેમીડીએશન વિષય પર સંશોધન કર્યું. તઓ ર૦૧પથી આ વિષય પર કામ કરી રહયાં હતાં. આ સંશોધન માટે તેમને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તરફથી ફેલોશીપ પણ મળી હતી.
દેવાંગીના જણાવ્યા મુજબ આ પદ્ધતિથી ઔધોગીક એકમમાંથી નીકળતાં પ્રદુષીત પાણીને ફરી વપરાશમાં લઈ શકાય તેટલું શુદ્ધ કરવા માટે એક લીટર પાણીને દોઢથી બે કલાક જેટલો સમય લાગે છે.
દેવાંગીના જણાવ્યા અનુસાર જાે ઔધોગીક એકમો દુષીત પાણીને નદીમાં વહાવતાં પહેલાં આ રીતે શુદ્ધ કરીને વહાવે તો પ્રદુષણ ઘટાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૮૦૦ જેટલા મોટા અને ચાર લાખથી વધુ નાના એકમો કાર્યરત છે.