વિધ્વંસ મામલામાં કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર આપીશું: જફરયાબ જિલાની
માળખાના વિધ્વંસ પર વિશેષ અદાલતનો નિર્ણય સુપ્રીમના અદાલતના નિર્ણયની પ્રતિકૂળ: કોંગ્રેસ
લખનૌ, અયોધ્યાના રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષ તરફથી કેસની પેરવી કરનાર બાબરી મસ્જિદ એકશન કમિટિના સંયોજક જફરયાબ જિલાનીએ માળખા વિધ્વંસ પર સીબીઆઇ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર નાખુશી વ્યકત કરી અને કહ્યું કે નિર્ણયની વિરૂધ્ધ અમે કોર્ટમાં જઇશું.
તેમણે કહ્યું કે મુસલમાન આ કેસમાં વિકિટમ છે મુસ્લિમ પક્ષ તરપથી અમે લોકોએ અદાલતમાં અરજી આપી હતી અયોધ્યાના કેટલાક સાક્ષી તરફથી પણ કોર્ટમાં અરજી આપવામાં આવી હતી આ એ લોકો હતાં જેના ઘર સળગાવવામાં આવ્યા હતાં જાે કે અરજી ફગાવી દેવામાં આવી હતી. એ પુછવા પર કે હાઇકોર્ટમાં અરજી કોણ દાખલ કરશે જિલાનીએ કહ્યું કે આ બધા પાસાઓ પર બાદમાં ચર્ચા કરવામાં આવશે.
કોંગ્રેસે માળખા વિધ્વંસ મામલામાં સીબીઆઇની વિશેષ અદાલતના નિર્ણયને ગત વર્ષ આવેલ સુપ્રીમ અદાલતના નિર્ણયની પ્રતિકૂળ બતાવ્યો છે. રણદીપસુરેજવાલાએ કહ્યું કે બંધારણ સામાજિક સદ્ભાવના અને ભાઇચારામાં વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ આશા કરે છે કે આ તર્કવિહીન નિર્ણયની વિરૂધ્ધ પ્રાંતીય અને કેન્દ્ર સરકાર ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરશે
પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે માળખા વિધ્વંસ મામલામાં તમામ આરોપીઓને મુકત કરવાના વિશેષ અદાલતનો નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણય અને બંધારણની પરપાટીથી પર છે. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે નવ નવેમ્બર ૨૦૧૯ના નિર્ણય અનુસાર માળખાને તોડી પાડવાના એક ગેરકાનુની અપરાધ હતો પરંતુ વિશેષ અદાલતે તમામ દોષિતને મુકત કરી દીધા તેમણે આરોપ લગાવ્યો અને કહ્યું કે સમગ્ર દેશ જાણે છે કે ભાજપ આરએસએસ અને તેમના નેતાઓએ રાજનૈતિક લાભ માટે દેશ અને સમાજના સાંપ્રદાયિક સદ્ભાવને તોડવાનું એક ધિનૌનુ ષડયંત્ર કર્યું હતું. તે સમયની ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર પણ સાંપ્રદાયિક સદ્ભાવ ભંગ કરવાના આ કાવતરામાં સામેલ હતી.HS
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |