Western Times News

Gujarati News

વિનાયક સાવરકરને અંગ્રેજાે દર માસે ૬૦નો પગાર ચુકવતા-ટ્‌વીટર પર સમર્થકો અને વિરોધીઓ સામ સામે

કોંગ્રેસના નેતાએ ટ્‌વીટર પર વેધક સવાલ કર્યોઃ અસંખ્ય યુઝર્સ જોડાયાઃ સંદિપ પાત્રાએ યુઝર્સ ઉપર પસ્તાળ પાડી
નવી દિલ્હી,  હિન્દુત્વવાદી નેતા વિનાયક સાવરકરને અંગ્રેજો ૧૯૨૪માં દર મહિને રૂપિયા ૬૦નુ્‌ં પેન્શન શા માટે ચૂકવતા હતા? આ સવાલ કોંગ્રેસના નેતા અર્ચના દાલમિયાએ ટ્‌વીટર પર પૂછ્યો છે. અર્ચનાની આ ટ્‌વીટને ટ્‌વીટરના અન્ય ઘણા યુઝર્સ દ્વારા સમર્થન મળ્યું હતું.

એક યુઝર્સે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને સીધો સવાલ કર્યો હતો કે તમને તમારા વૈચારિક પૂર્વજો પર ગૌરવ હોય તો તમને જાણ હોવી જોઇએ કે અંગ્રેજો તેમને શેનો રૂપિયા ૬૦નો પગાર દર મહિને ચૂકવતા હતા. અન્ય યુઝરે લખ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં યુવાનો બ્રિટિશ સરકારના સૈન્યને મદદ કરે એ માટે યુવાનોને પ્રેરણા આપવા બદલ આ રકમ ચૂકવાતી હતી. તો ઔર એક યુઝરે લખ્યું કે ક્રાન્તિકારીઓની જાસૂસી કરીને બ્રિટિશ સરકારને એ માહિતી આપવા બદલ આ મહેનતાણું ચૂકવાતું હતું.

વિનાયક દામોદર સાવરકરે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં નવ વરસ કેદી તરીકે વીતાવ્યા હતા. આ જેલ કાળા પાણી તરીકે ઓળકાય છે. નાસિકના ત્યારના કલેક્ટર જેક્સનની હત્યાના કાવતરામાં સાવરકર સામેલ હતા એવો તેમના પર આરોપ હતો. તેમને વિવિધ આરોપ બદલ પચીસ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.
એક વર્ઝન મુજબ તેમણે જેલમાંથી બ્રિટિશ સરકારની માફી માગી લીધી હતી.

સાવરકરે વાઇસરાૅય લીનલીથગો જોડે ગાંધીજી, કોંગ્રેસ અને મુસ્લિમોના મુદ્દે એક સમજૂતી કરી હતી. એ સમજૂતીના એક ભાગ રૂપે બ્રિટિશ સરકાર સાવરકરને મહિને રૂપિયા ૬૦નું પેન્શન ચૂકવતી હતી. એવો આક્ષેપ પણ છે કે સાવરકરે એકવાર નહીં છ છ વાર માફીનામું લખી મોકલ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.