વિનોદ કાંબલીને એક વ્યવસાયીએ લાખના પગારની નોકરી ઓફર કરી
ભૂતપૂર્વ ક્રિકેટરે આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું કહ્યું હતું
કાંબલીની નોકરી ક્રિકેટ સાથે સંકળાયેલી નથી પણ મુંબઈની એક ઈન્ડસ્ટ્રીઝના નાણાકીય વિભાગ સાથે જાેડાયેલી છે
મુંબઈ, ભારતના જાણીતા પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, મારી આર્થિક હાલત સારી નથી અને હું નોકરીની શોધમાં છું.કાબંલીના ખુલાસાએ ક્રિકેટ જગતમાં ખાસી હલચલ મચાવી હતી.કાંબલીએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, ક્રિકેટ બોર્ડ દ્વારા મને અપાતા ૩૦૦૦૦ રૂપિયાના માસિક પેન્શન સિવાય મારી પાસે આવકનુ બીજુ કોઈ સાધન નથી.
કાંબલીના નિવેદન બાદ હવે મહારાષ્ટ્રના એક વ્યવસાયી સંદીપ થોરાટે કાંબલીને એક લાખના પગારવાળી નોકરીની ઓફર કરી છે.મરાઠી વેબસાઈટના રિપોર્ટ અનુસાર કાંબલીની નોકરી ક્રિકેટ સંકળાયેલી નથી પણ મુંબઈની એક ઈન્ડસ્ટ્રીઝના નાણાકીય વિભાગ સાથે જાેડાયેલી છે.
જાેકે કાંબલીએ હજી સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.આ પહેલા કાંબલીએ કહ્યુ હતુ કે, મને ક્રિકેટ એસાઈનમેન્ટ જાેઈએ છે. જેથી હું યુવા ક્રિકેટરોની મદદ કરી શકું. મેં આ માટે કેટલીય વખત મુંબઈ ક્રિકેટ બોર્ડનો સંપર્ક સાધ્યો છે અને જાે તેમને મારી જરૂર હોય તો હું આ માટે તૈયાર છું. મારો પણ પરિવાર છે અને મારે તેની પણ સંભાળ રાખવાની છે. એટલે મને કામની જરૂર છે.