Western Times News

Gujarati News

વિન્ડીઝ સામે ઈશાન રોહિત સાથે ઈનિંગ્સ શરૂ કરશે

અમદાવાદ, ભારતીય વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ શનિવારે કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં તેની સાથે ઈશાન કિશન ઓપનિંગ કરશે.

રોહિતે જણાવ્યું કે, મયંક અગ્રવાલને ફરજિયાત ક્વોરન્ટાઈન પીરિયડમાં રહેવાનું હોવાથી ટીમ પાસે યંગસ્ટર ઈશાન કિશન જ એકમાત્ર વિકલ્પ હતો. શિખર ધવન અને રુતુરાજ ગાયકવાડ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઈસોલેન હેઠળ છે અને તેને કારણે ઈશાન કિશનને વન-ડે ટીમમાં સામેલ કરાયો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સીરિઝની શરૂઆત પહેલાં રોહિત શર્માએ કહ્યું કે, ઈશાન કિશન એ એકમાત્ર વિકલ્પ છે અને તે મારી સાથે ઓપનિંગ કરશે. મયંકને ટીમમાં સામેલ કરાયો હતો, પણ તે હજુ આઈસોલેશનમાં છે. ટીમમાં સામેલ થવામાં તેને મોડું થયું અને અમારી પાસે અમુક નિયમો જેને અનુસરવા પડે છે.

જાે કોઈ ટ્રાવેલિંગ કરીને આવે છે, તો અમારે તેને ફરજિયાત ૩ દિવસ માટે ક્વોરન્ટાઈન કરવો પડે છે. અને હજુ સુધી તેનો ક્વોરન્ટાઈન પીરિયડ પુર્ણ થયો નથી એટલે ઈશાન ઈનિંગ્સમાં ઓપનિંગ કરશે.

આ ઉપરાંત રોહિતે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, શિખર ધવન, શ્રેયસ ઐય્યર અને રુતુરાજ ગાયકવાડ હજુ આઈસોલેશનમાં છે અને હજુ સુધી એ નક્કી નથી કે તેઓ ક્યારે મેચ માટે ઉપલબ્ધ રહેશે. રોહિતે કહ્યું કે હજુ સુધી મને પણ ખબર નથી કે તેઓ ક્યારે પાછા આવશે.

આ ઉપરાંત રોહિતે કહ્યું કે, આ ત્રણેય આઈસોલેશનમાં છે અને તેઓ સારું કરી રહ્યા છે અને તે એક સારી બાબત છે. હા પણ હજુ સુધી કાંઈ નક્કી નથી. છેલ્લી ઘડીએ તમને જાણવા મળે છે કે કોઈ પોઝિટિવ છે અને પછી તમારે અમુક બદલાવ કરવા પડે છે. રોહિતે જણાવ્યું કે, હાલની કોરોનાની સ્થિતિમાં કાંઈ કહી શકાય નહી.

તમામ લોકો અલગ હોવાથી કોરોનાથી રિકવર થવામાં કેટલો સમય લાગે છે તે કહી શકાય નહીં. અમુક સમયે રિકવર થતાં ૭-૮ દિવસનો સમય લાગે છે તો અમુક સમયે ૧૪ દિવસનો સમય લાગે છે.

વિરાટ કોહલીના સ્થાને વ્હાઈટ બોલ માટે ટીમનો કેપ્ટન બનેલા રોહિત શર્માએ કહ્યું કે, વસ્તુ એકદમ સરળ છે, વિરાટે જ્યાંથી ટીમને છોડી હતી હું ત્યાંથી તેને આગળ લઈ જઈશ. રોહિતે કહ્યું કે, જ્યારે વિરાટ કેપ્ટન હતો ત્યારે હું વાઈસ કેપ્ટન હતો. બસ તેણે જ્યાંથી છોડ્યુ ત્યાંથી મારે શરૂ કરવાનું છે.

તમામ લોકોને ખબર છે કે તેમની પાસેથી શું આશા છે, અને અમે આ વિચારથી જ આગળ વધીશું. અને અમારે કોઈ મોટો બદલાવ કરવાની જરૂર નથી. એવું નથી કે મારા આવવવાથી વસ્તુઓમાં મોટો ફેરફાર આવશે. ટીમના લોકો તેમની જવાબદારી સમજે છે. અને હું બસ તેમને તે વાત યાદ કરાવીશ કે તેમની પાસેથી શું આશા રાખીએ છીએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.