વિપક્ષના નેતાની પસંદગીમાં રાજસ્થાન સરકારનો રોલ રહેશે
રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે, જેઓ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા
અમદાવાદ: ગુજરાત કોગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની અને પ્રભારીની પસંદગી માટે હાલ દિલ્હીમાં ભારે મનોમંથન ચાલી રહ્યું છે. હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. હાલ કોંગ્રેસ માટે ગુજરાતમાં વિપક્ષ અથવા પ્રમુખ પદની પસંદગીનો પ્રશ્ન મોટો છે. જાેકે, ભરતસિંહ સોલંકીએ દિલ્હી દરબારમાં ઓબીસી નેતાની પસંદગી પર જાેર મૂક્યો છે. ગુજરાતમાં વિપક્ષ અથવા પ્રમુખ પદની પસંદગી માટે હાલ અનેક નેતાઓના નામ ચર્ચામાં છે. પ્રમુખ પદ માટે અર્જુન મોઢવાડીયા અને પ્રભારી પદે અવિનાશ પાંડેનું નામ આ ચર્ચામાં મોખરે છે.
અર્જુન મોઢવાડીયા ઓબીસી નેતા છે. આ રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે. જેઓ વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા હતા. આમ, વિપક્ષના નેતા તરીકે પૂંજાભાઇ વંશનુ નામ પણ મોખરે છે. જાેકે, આ ત્રણેય નેતાની પસંદગીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મહત્વની ભૂમિકા રહેશે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા સૌરાષ્ટ્ર ઝોનમાંથી બને તો ભૌગૌલિક સમીકરણ જાળવવા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષની થિયરી અજમાવી શકે છે.
આ ઉપરાંત હાર્દિક પટેલના કાર્યકરી અધ્યક્ષ યથાવત રહેવાની પ્રબળ સંભાવના છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી કોઇ બે નેતાને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સક્રિય બન્યા છે. ગુજરાત કોગ્રેસના પ્રમુખ તથા વિધાનસભાના વિરોધપક્ષના નેતાના પદ માટે લોબીગ શરૂ કર્યુ છે. દિલ્હી દરબારમાં આ અંગે મંથન ચાલુ થયુ છે. ત્યાં ભરતસિંહે દિલ્હીની વાટ પકડતાં રાજકારણ ગરમાયુ છે.