વિપક્ષની આંખોમાં કણાની જેમ ખૂંચતુ બુલડોઝર
બુલડોઝર બાબા, બુલડોઝર મામા, બુલડોઝર દાદા જેવા નામોથી રાજકીય નેતાઓને સંબોધવામાં આવે છે
ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત બીજી ટર્મ મુખ્યમંત્રી પદે આરૂઢ છે તેમણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમાં લેવા માટે અસરકારક પ્રયાસો કરતા તેનુ પરિણામ હવે જાેવા મળી રહયુ છે ખાસ કરીને કુખ્યાત આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર તેમણે બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી
અને સંખ્યાબંધ ટોચના રાજકારણીઓના પણ ગેરકાયદેસર બાંધકામો તોડી નાંખવામાં આવ્યા છે આજે પણ ઉત્તર પ્રદેશમાં આ કામગીરી ચાલુ છે. આના પગલે અન્ય રાજયોમાં પણ હવે બુલડોઝર ખુબ જ ચર્ચાસ્પદ બની ગયું છે અને આવા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બુલડોઝર બાબા તરીકે જાણીતા બનેલા યોગી આદિત્યનાથને હવે અન્ય રાજયોના મુખ્યમંત્રીઓ પણ અનુસરવા લાગ્યા છે જેના પરિણામે ગેરકાયદેસર બાંધકામો કરતા લોકોમાં ફફડાટ જાેવા મળી રહયો છે. ચોંકાવનારી બાબત એ છે કે અત્યાર સુધીમાં રાજકારણીઓ અને કુખ્યાત આરોપીઓએ બાંધેલા ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવતા રાજકીય ક્ષેત્રે પણ બુલડોઝર ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહયું છે.
બે દિવસ પહેલા જ મધ્યપ્રદેશમાં શિકારીઓએ ગેરકાયદેસર રીતે શિકાર કર્યા બાદ તેને પડકારનાર પોલીસ ટીમ પર ગોળીબાર કરતા ત્રણ પોલીસ કર્મીઓ શહીદ થયા હતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્થાનિક મુખ્યમંત્રી શિવરાજસિંહ તાત્કાલિક એકશનમાં આવી ગયા હતા અને સંડોવાયેલા આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું આ તમામ ઘરો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતાં
આ ઉપરાંત હવે મુખ્ય શહેરોમાં પણ બુલડોઝર ચલાવવામાં આવી રહયું છે. દિલ્હીમાં શાહીનબાગ ખાતે ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવી રહયા છે. આમ આદમી પાર્ટી દ્વારા આ કામગીરીનો ઉગ્ર વિરોધ થતાં આપ ના ધારાસભ્યની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય રાજયોમાં પણ આજ રીતે કામગીરી શરૂ કરી દેવાતા હવે સમગ્ર દેશમાં બુલડોઝર વિરોધ પક્ષોની આંખોમાં કણાની જેમ ખુંચવા લાગ્યું છે.
બુલડોઝર આજકાલ ટોકીંગ પોઈન્ટ બની ગયુ છે. એક તરફ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોન્સન ગુજરાતના દાહોદ ખાતે જેસીબી બુલડોઝર પ્લાન્ટની મુલાકાત કરવાના હતા ત્યારે બીજી તરફ દિલ્હીના બુલડોઝર કેસમાં બે અઠવાડીયા સ્ટે લંબાવવામાં આવ્યો હતો. પહલીવાર એક મશીન રાજકીય બ્રહ્માસ્ત્ર બની ઉભરી રહ્યુ છે.
ભારતના રાજકારણમાં મશીનની બોલબાલા પણ પહેલીવાર જાેવા મળી છે.રાજકારણમાં નેતાઓને પ્રાણીઓ ના નામે સંબોધવામાં આવે એમાં નવુ નથી. પરંતુ હવે તેમને બુલડોઝર બાબા, બુલડોઝર મામા,બુલડોઝર દાદા જેવા નામોથી સંબોધવામાં આવી રહ્યા છે.
બુલડોઝર એ સમૃધ્ધ કોન્ટ્રાક્ટરો અને કિસાનો ઉપયોગ કરતા આવ્યા છે.ભારતના રાજકારણમાં બુલડોઝર ના જાેરે છવાઈ જનાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તો બુલડોઝર બાબાના નામે ઓળખાય જ છે. ગેરકાયદે બાંધકામોને (એમાં પણ થોડી વ્હાલા-દવલાની નીતિ તો હોય જ) ઉખેડીને ફંકી દેેતા સત્તાધીશો પ્રજાના લોકપ્રિય બની જાય છે.
હાલમાં દિલ્હીના જહાગીરપુરા માં બુલડોઝરોની કામગીરી પર સ્ટે મુકાયો ત્યારથી ગેરકાયદે મકાનો પર કડક કાર્યવાહીનો વિવાદ વધુ વકરી રહ્યો છે. બુલડોઝરનો ઉપયોગ રેતી તેમજ પત્થરોને હટાવીને રસ્તો કરવાના માર્ગ માટે વપરાય છે. બુલડોઝરના અનેક પ્રકારો છે.
રોડ બાંધકામ, ક્વોરી ઉદ્યોગ, ખાણકામ, મકાનો તોડવા માટે વગેરે કામમાં વપરાતા બુલડોઝરને રાજકીય ટચ અને યશ યોગી આદિત્યનાથના કારણે મળ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારેે સરકારી જમીનો પચાવી પાડીને બેઠેેલા અસામાજીક તત્ત્વો સામે શરૂ કરેલી ઝુબેશમાં તેમણે બુલડોઝરનો પાવડાનીે જેમ છૂટથી ઉપયોગ કર્યો હતો.
સતાધારી અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ખાસક રીને મધ્ય પ્રદેશ અને બિહારમાં પણ તેનો વ્યુહાત્મક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. દેશના વિપક્ષોનાી આંખમાં કણાની જેમ ખુૃંચતા બુલડોઝર હવે સતાધારી પક્ષ માટેે જણસ બની ગયુ છે. જેમ્સ કમીંગ્સ અને જે.અર્લે ૧૯ર૩માં કેન્સાસ ખાતેે તેનો ઉપયોગ શરૂ કર્યો હતો.
જેમાં ટ્રેક્ટરની આગળ મોટી બ્લેડ જેવુ પતરૂ રખાતુ હતુ. જેના કારણે માટીનો જથ્થો એક સાથે બાજુ પર મુકી શકાતો હતો. તેની પેટન્ટનું નામ એટેચમેન્ટ ફોર ટ્રેક્ટર્સના નામે મંજુર કરાઈ હતી ત્યારે બુલડોઝરમાં ટાયરના વ્હીલનો ઉપયોગ થતો હતો. હવે યુધ્ધ ટેન્કની ચેઈનના જેવી ચેઈન પર બુલડોઝર બનાવાય છે.
હવેના સમયમાં આધુનિક ખેતીના કામોમાં વિશાળ બુલડોઝરોની સાથે ઉભો પાક લણવા માટેના મશીનો વપરાય છે. જે થ્રેશરના નામે ઓળખાય છ. તેમાં ઘઉંનો ઉભો પાક છૂટો પડાય છે. તેમાંથી ઘઉંના દાણા છૂટા પાડીને તેની ગુણી તૈયાર થઈ જાય છે. નહેરો ખોદવાના કામમાં, તળાવો ઉંડા કરવામાં વગેરેમો બુલડોઝરો મહત્ત્વના બની જાય છે.
જેમ ટ્રેક્ટરો ભાડે અપાય છે એમ હવે તો બુલડોઝર પણ ભાડેે મળતા થયા છે. જેના કારણે માનવ રોજગારીને મોટો ફટકો પડ્યો છે. એમ કહી શકાય. ૧૯૧૦માં કૃષિના ક્ષેતરે વપરાતા ટ્રેકટરમાં આગળના ભાગે દોરડા બાંધીને મોટો જથ્થો ખેંચવામાં આવતો હતો. જેને કેટરપીલર્સ નામ અપાયુ હતુ.
બુલડોઝર એટલે કે એક સાથે કોઈ જથ્થો ખસેડવો, ભૂતકાળમાં ૧૮૦૦ની સદીમાં પિસ્તોલમાં વપરાતી લાંબી કેલિબરને પણ બુલડોઝર્સ કહેવાતુ હતુ. તે લોકોને ધમકાવવા વપરાતી હતી. રાજકીય પક્ષો તેમના ચૂંટણી પ્રતિકો તરીકે ફાનસ, ઝાડુ વેગેરે રાખે છે.
પરંતુ હવે એ દિવસો જાજા દૂર નથી કે જયારે કોઈ રાજકીય પક્ષ પોતાના પક્ષના સિમ્બોલ તરીકે બુલડોઝરને રાખશે. બુલડોઝરએ તાકાતનું પ્રતિક છે. કોઈપણ વસ્તુનેે એક સાથે મજબુતાઈથી ડોઝ આપવાનો કે ધક્કો મારવાની આ પ્રક્રિયા પ્રજામાં વિશ્વાસ ઉભો કરી શકે છે.
ગેરકાયદેે બાંધકામ તોડી પાડવાની વાત આવે ત્યારે ગોવિંદ ખેરનારનેે જરૂર યાદ કરવા જરૂરી છે. તેઓ ડીમોલીશન મેન તરીકે ઓળખાતા હતા. તેમણે મુંબઈમાં મુખ્યમંત્રીના પુત્રની હોટેલ પર બુલડોઝર ફેરવ્યુ ત્યારે તેમની પ્રશંસા થઈ હતી. પ્રથમ મહિલા આઈપી એસ કિરણ બેદીએ દિવંગત ઈન્દીરા ગાંધી સત્તા પર હતા ત્યારે તેમની ગેરકાયદે પાર્ક કરેલી ગાડીને ટો કરીને ખેચી લીધી હતી. હવેના લેટેસ્ટ બુલડોઝર જીપીએસ ટેકનોલોજી વાળા આવે છે.
આ બધામાં યોગી આદિત્યનાથ ટોપ પર છે કે જેમણેે અંધારી આલમે પચાવી પાડેલી સરકારી જમીનો પર ઉભા કરેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને કડક રાજકારણી તરીકેની ઈમેજ ઉભી કરી હતી. બુલડોઝર સિસ્ટમ રાજકારણમાં અનેે પ્રજામાં એટલો બધો પ્રિય છે કે ટૂંક સમયમાં બુલડોઝર નામનો રાજકીય પક્ષ પણ ઉભો થાય તો ના નહીં??!!