વિપક્ષી દળોને હરાવવા માટે એકજુટ થઇને લડવા પર થઇ ચર્ચા: આઝાદ

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને જી-૨૩ ના (જી-૨૩)સમૂહના કેટલાક અન્ય સભ્યો કોંગ્રેસ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને મુકુલ વાસનિક ૨૩ નેતાઓના સમૂહમાં ફક્ત ત્રણ નેતા એવા હતા. જેમણે સીડબલ્યુસી બેઠકમાં વર્તમાન સંગઠનાત્મક ફેરફાર માટે સતત દબાણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગાંધી પરિવારના વફાદાર છે.
સોનિયા ગાંધીને મળ્યા પછી ગુલામ નબી આઝાદે કહ્યું કે કાર્યસમિતિ પાસે ૫ રાજ્યોમાં પરાજયના કારણો પર સલાહ માંગી હતી. કેટલીક સલાહ હતી જે તેમને શેર કરી છે. આ સિવાય આગામી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી દળોને હરાવવા માટે એકજુટ બનીને લડવા પર ચર્ચા થઇ છે.
એક દિવસ પહેલા જી-૨૩ સદસ્યોમાંથી એક કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા રાહુલ ગાંધીને મળ્યા હતા અને બન્ને નેતાઓએ પાર્ટી સંગઠનના સુધાર પર ચર્ચા કરી હતી. સૂત્રોના મતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાની રાજનીતિક સ્થિતિ પર ચર્ચા માટે હુડ્ડાને બોલાવ્યા હતા. જાેકે ચર્ચા પાંચ રાજ્યોની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન પર થઇ હતી.
વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના ઘરે કોંગ્રેસના જી-૨૩ સભ્યોની ફરી બેઠક મળી હતી. છેલ્લા ૨૪ કલાકમાં જી-૨૩ની આ બીજી બેઠક હતી. તેમા કપિલ સિબ્બલ સિવાય ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પણ સામેલ થયા હતા. માનવામાં આવે છે કે કોંગ્રેસ પાર્ટીના કામની રીતમાં આમૂલ પરિવર્તનની માંગ કરી રહેલા જી-૨૩ ના આ નેતા હાલમાં થયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકના ર્નિણયથી પણ ખુશ નથી.
પાર્ટીમાં ર્નિણય લેનારી સર્વોચ્ચ એકમ કોંગ્રેસ કાર્યસમિતિની આ બેઠક પંજાબ સહિત ૫ રાજ્યોની ચૂંટણીમાં પાર્ટીને મળેલા શરમજનક પરાજય પછી થઇ હતી. આ દરમિયાન સમિતિના મોટાભાગના સભ્યોએ ગાંધી પરિવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના રાજીનામાંથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ પછી અસંતુષ્ઠ નેતાઓના જૂથ જી-૨૩ની એક પછી એક બેઠક થઇ રહી છે.
કોંગ્રેસનાં ખરાબ પ્રદર્શનના કારણે જૂનાં નેતાઓ ઘણાં જ ચિંતિત છે. અને તેઓ નેતૃત્વમાં પિરવર્તનની માંગણી કરી રહ્યાં છે. દિગ્ગજ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ પણ તેમાં સામેલ છે. કોંગ્રેસમાં સુધારાની માંગણી કરનારા ગ્રુપ ૨૩નાં નેતાઓમાં કપિલ સિબ્બલ પહેલાં એવાં નેતા છે જે ખુલીને સોનિયા ગાંધીને પદ છોડવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું છે કે, હવે ગાંધી પરિવારે કોંગ્રેસનાં નેતૃત્વનો ભાર છોડી દેવો જાેઇએ. અને કોઇ અન્ય નેતાને દાયિત્વ સોંપવું જાેઇએ. કપિલ સિબ્બલે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ કોયલની ધરતી (એટલે કે તેમને લાગે છે કે બધુ જ ઠીક છે, જ્યારે વાસ્તવિકતા તેનાંથી અલગ છે.) માં જીવી રહી છે. ૮ વર્ષથી પાર્ટીનું સતત પતન થઇ રહ્યું છે છતાં પણ તે ચેતતાં નથી. આ કોંગ્રેસ માટે દુર્ભાગ્યની વાત છે.HS