Western Times News

Gujarati News

વિપ્રોની માર્કેટ કેપ ત્રણ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી

Files Photo

નવી દિલ્હી: શેરબજારમાં જાેવા મળી રહેલી તેજીની વચ્ચે ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોની માર્કેટ કેપ ૩ લાખ કરોડને પાર થઈ ગઈ છે. વિપ્રો દેશની ૧૪મી અને ત્રીજી આઈટી કંપની બની છે જેની માર્કેટ કેપ ત્રણ લાખ કરોડને વટાવી ગઈ હોય.

આ પહેલા ઈન્ફોસિસ અને ટીસીએસ આ કારનામુ કરી ચુકી છે. ગયા મહિના વિપ્રો માર્કેટ કેપમાં દુનિયાની ચૌથી સૌથી મુલ્યવાન આઈટી કંપની બની હતી. આ સમયે સૌથી વધારે મુલ્ય ધરાવતી આઈટી સર્વિસ કંપની એસેન્ચર છે અને તેના પછી ટીસીએસ અને ઈન્ફોસિસનો નંબર આવે છે.

ગુરુવારે શેરબજારમાં વિપ્રોના શેરમાં ૧.૨૭ ટકાનો વધારો થયો હતો અને આ શેર ૫૫૦ રુપિયા પર પહોંચ્યો હતો. શેરમાં રેકોર્ડ તેજીથી કંપનીનુ માર્કેટ કેપ ૩.૦૧ એક લાખ કરોડ થઈ ગયુ હતુ. ભારતમાં આ પહેલા ૧૩ કંપનીઓની માર્કેટ શેર ૩ લાખ કરોડ કરતા વધી ચુકી છે. આ યાદીમાં ટોપ થ્રી કંપનીઓ આ પ્રમાણે છે. રિલાયન્સ ૧૪.૦૫ લાખ કરોડ. ટીસીએસ ૧૧.૫૮ લાખ કરોડ. એચડીએફસી ૮.૩૩ લાખ કરોડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.