વિમાનોમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૮ મુસાફરો પોઝિટિવ મળ્યા
૨૬ અને ૨૭મી મેના રોજ ઇÂન્ડગોની ફ્લાઇટમાં યાત્રા કરનારા ૧૨ યાત્રીઓમાં કોરોના પોઝિટિવ મળ્યો હતો
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે લોકડાઉન ૪.૦ માં સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સની મંજૂરી આપી છે. જો કે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થયાના ત્રણ દિવસોમાં જ લગભગ ૧૮ યાત્રીઓનો કોરોના વાયરસ પોઝિટિવ મળ્યા છે. આ તમામ યાત્રીઓએ બે એરલાઈન્સમાં અલગ-અલગ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં યાત્રા કરી હતી. ગુરુવારે એરલાઈન્સે આ વાતની પુષ્ટિ કરી છે. આ ફ્લાઈટ્સના તમામ ક્રૂ મેમ્બર્સને હાલ ક્વોરન્ટાઈન કરી દીધા છે. આ ૧૮ યાત્રીઓમાંથી ૧૨ એવા યાત્રીઓ છે જેમણે ૨૬ અને ૨૭મેના રોજ ઈન્ડિગોની ફ્લાઈટમાં યાત્રા કરી હતી.
યાત્રી એસિમ્પ્ટોમેટિક હતા અને ત્રણેય ફ્લાઈટ્સના ઓપરેટિંગ ક્રૂને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયા છે. તમિલનાડુમાં ચેન્નાઈથી સાલેમ ગયેલી ટ્રૂ જેટની એક ફ્લાઈટના છ યાત્રીઓ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઈન્ડિગોના મળેલા પોઝિટિવ યાત્રીઓમાંથી પાચ યાત્રીઓ એવા હતા જેમણે દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ લીધી હતી. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું છે કે, ૨૭મેની ફ્લાઈટ નંબર ૬ઈ ૭૨૧૪માં બેંગલુરુમાં મદુરાઈ જનારા એક શખ્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત ૨૬મેના રોજ દિલ્હીથી જમ્મુ ગયેલી ફ્લાઈટ નંબર ૬ઈ ૯૫૫માં ત્રણ યાત્રી, ૨૭મેના રોજ બેંગલુરુથી કોઈમ્બતુર ગયેલી ફ્લાઈટ નબંર ૬ઈ ૬૯૯૨માં છ યાત્રી અને ૨૭મેના રોજ દિલ્હીથી કોઈમ્બતુર ગયેલી ફ્લાઈટ નબંર ૬ઈ ૯૦૮માં બે યાત્રી કોરોના પોઝિટિવ મળ્યા છે. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું છે કે, બાકીના યાત્રીઓની જેમ આ યાત્રીઓએ પણ ફેસ માસ્ક, ફેસ શિલ્ડ અને ગલવ્સ પહેરેલા હતા. એરલાઈન્સ મુજબ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પોસીઝર અંતર્ગત તમામ વિમાન રેગ્યુલરલી સેનિટાઈઝ કરવામાં આવે છે. ઓપરેટિંગ ક્રૂને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈ કરાયા છે.