Western Times News

Gujarati News

વિમાન વાહક વિક્રાંત આગામી વર્ષે નૌ સેનામાં સામેલ કરાશે

નવી દિલ્હી: ચીન સાથેના તનાવની અસર હિન્દ મહાસાગરમાં પણ દેખાઈ રહી છે. અહીંયા ચીનના યુધ્ધ જહાજાે અને સબમરિનના આંટા ફેરા વધી ગયા છે ત્યારે ભારત પણ દરિયાઈ મોરચે તાકાત વધારવાના પ્રયાસો કરી રહ્યુ છે.
ભારત માટે એક સારા ખબર એ છે કે, ભારતનુ સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત આવતા વર્ષે નૌસેનામાં સામેલ થાય તેવી શક્યતા છે. આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિક્રાંતનુ જ્યાં નિર્માણ થઈ રહ્યુ છે તે ડોકયાર્ડની મુલાકાત લઈને સમગ્ર કામગીરી નિહાળી હતી.

આ યુધ્ધ જહાજનુ નામ અગાઉ ભારતીય નૌસેનામાં સેવા આપીને રિટાયર થઈ ચુકેલા વિમાન વાહક જહાજ વિક્રાંતના નામ પરથી જ રાખવામાં આવ્યુ છે. ભારત પાસે હાલમાં એક વિમાન વાહક જહાજ વિક્રમાદિત્ય છે.જે રશિયા પાસે ભારતે ખરીદેલુ છે. જાેકે ભારતના વિશાળ દરિયા કિનારાને જાેતા ભારતને બીજા પણ વિમાન વાહક જહાજની જરૂર છે અને તેનુ નિર્માણ ભારતમાં જ કરવામાં આવી રહ્યુ છે. વિક્રાંતને લોન્ચ કરાયા બાદ ભારત પાસે બે વિમાન વાહક જહાજ હશે.

રાજનાથસિંહે સોશિયલ મીડિયામાં પોતાની મુલાકાતની તસવીરો શેર કરીને કહ્યુ હતુ કે, આગામી વર્ષે આ એરક્રાફ્ટ કેરિયર નેવીમાં સામેલ થશે અને ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં આ એક ગૌરવશાળી ઘટનાનો ઉમેરો થશે.

આ કેરિયર સામેલ થયા બાદ ભારત એવા ગણતરીના દેશોની ક્લબમાં જાેડાશે જેમની પાસે ઘરઆંગણે વિમાન વાહક જહાજ બનાવવાની ટેકનોલોજી છે. ગયા વર્ષે વિક્રાંતની હાર્બર ટ્રાયલ અને બેસિન ટ્રાયલ પૂરી થઈ ચુકી છે. જેનો અર્થ એ થયો કે, દરિયામાં ટ્રાયલ લેતા પહેલા જહાજના તમામ ઉપકરણો યોગ્ય રીતે કામ કરે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.