Western Times News

Gujarati News

વિમા કંપનીઓમાં ૨,૫૦૦ કરોડ ઠાલવવાને લીલીઝંડી

મોદીના નેતૃત્વમાં કેબિનેટની મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણયો
નવીદિલ્હી,  કેન્દ્રિય કેબિનેટે કેટલાક મહત્વના નિર્ણય કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં આજે ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ બિલ ૨૦૨૦માં સુધારાને લીલી ઝંડી આપવામાં આવી હતી. જુદા જુદા ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલમાં પેન્ટિંગ રહેલા વિવાદોને ઉકેલવા અને તેને હાથ ધરવાના ક્ષેત્રને વધારવાના હેતુસર આ બિલમાં ફેરફારને મંજુરી અપાઈ છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકના સંદર્ભમાં માહિતી આપતા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ડીઆરટીમાં પેન્ટિંગ રહેલા વિવાદોને આવરી લેવાનો નિર્ણય કરાયો છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ડાયરેક્ટ ટેક્સના નવ ટ્રિલિયન રૂપિયાના આવરી લેતા કેસો જુદી જુદા ફોરમમાં પેન્ટિંગ રહેલા છે. પ્રધાને આસા વ્યક્ત કરી હતી કે લોકો ૩૧મી માર્ચ ૨૦૨૦ સુધી અને તે પહેલા સુધી ટેક્સ વિવાદોને ઉકેલવા આ સ્કીમનો લાભ લેશે. વર્તમાન નાણાંકીય વર્ષના અંત બાદ વિવાદના ઉકેલ માટે ૧૦ ટકા વધારે ચાર્જ લાગુ થશે. મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં અન્ય મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

જેના ભાગરૂપે સરકારી સામાન્ય વીમા કંપનીઓમાં ૨૫૦૦ કરોડ રૂપિયાની મુડી ઠાલવવાને મંજુરી અપાઈ હતી. આ ત્રણ કંપનીઓમાં નેશનલ ઈન્સ્યોરન્સ લિમીડેટ, ઓરિયન્ટલ ઈન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈÂન્ડયા ઈન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ બિલ આ મહિનાની શરૂઆતમાં જ લોકસભામાં રજુ કરવામાં આવી ચુક્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.