વિયેતનામ ઈ-વિઝા માટે ઓનલાઈન પોર્ટલ લોંચ

અમદાવાદ: વીએફએસ ગ્લોબલ વિયેટનામમાં જતા પ્રવાસીઓની સુવિધા અને આરામ માટે સૌપ્રથમ વિધિસર અને ખાસ ઈલેક્ટ્રોનિક વિઝો ઓન અરાઈવલ (ઈવીઓએ) ડિજિટલ નિવારણ રજૂ કરવાની ઘોષણા સાથે સૌપ્રથમવાર ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ નવી સુવિધાને પગલે હવે પ્રવાસીઓ વિયેટનામમાં પ્રવેશ કરવા જાય તે પૂર્વે એકદમ સંરક્ષિત રીતે તેમના અંગત હેન્ડસેટ્સ અથવા કોમ્પ્યુટરો થકી દુનિયામાં ગમે ત્યાંથી તેમની પસંદગીનાં સ્થળેથી વિયેટનામ.વીએફએસઇવિઝા.કોમ પર તેમની અરજી સુપરત કરીને વિયેટનામમાં પ્રસ્થાન પૂર્વે વિયેટનામ ઈવીઓએ સેવા માટે અરજી કરી શકે છે.
આ આધુનિક અને ડિજિટલ રીતે અખંડ નિવારણ વીએફએસ ગ્લોબલ (ભારતમાં વિયેટનામ રાજદૂતાલયની ખાસ સેવા પ્રદાતા તરીકે) દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે ઈવીઓએ અરજદારોને ડિજિટલ વોલેટ-લોકર (જે ઉચ્ચ સ્તરના ડેટા રક્ષણની ખાતરી રાખશે) ઓફર કરશે. આમાં તેમના પાસપોર્ટની સ્કેન કરેલી કોપીઓ, લાઈવ ફેશિયલ બાયોમેટ્રિક કેપ્ચર અને મંજૂર થતાં તેમના ઈવીઓએ મંજૂર પત્રોની રસીદનો સમાવેશ થાય છે. આ નવીન સાહસને લઇ વીએફએસ ગ્લોબલ અને ભારતમાં વિયેટનામ રાજદૂતાવાસે પર્યટનને પ્રોત્સાહન અને હ્યુમન મોબિલિટીને ગતિ આપવા સમજૂતી કરાર કર્યા હતા. આ નવી સેવા અંતર્ગત ગ્રાહકો પોર્ટલનો ઉપયોગ કરીને ઓનલાઈન પેમેન્ટ્સ પણ કરી શકે છે.
વિયેટનામ માટે અગ્રતાની ઈવીઓએ સેવા પણ ઉપલબ્ધ વિયેટનામમાં પ્રવાસ કરવા માટે તાકીદે વિઝા જોઈતો હોય તેમને માટે તે જ દિવસે (તેમ જ આગામી દિવસની મંજૂરી પણ) વિશેષ અગ્રતાની સેવાઓનો વિકલ્પ પણ હવે વિધિસર માન્યતાપ્રાપ્ત આ ઓનલાઈન નિવારણ પર ઉપલબ્ધ છે. અગ્રતાની સેવાઓનો ખર્ચ સામાન્ય વિઝા પ્રક્રિયા સેવા કરતાં થોડો વધુ રહેશે. વિયેટનામ વિશ્વનું સાતમુ સૌથી ફાસ્ટેસ્ટ ટ્રાવેલ ડેસ્ટીનેશન તરીકે ઉભર્યું છે એવું ૨૦૧૯ ટુરીઝમ હાઈલાઈટ્સમાં જણાવાયું છે, જે હાલમાં જ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન (યુએનડબ્લ્યુટીઓ) દ્વારા જારી કરાયો હતો.
આ દેશમાં પર્યટન ફૂલીફાલી રહ્યું છે અને મુલાકાતીઓની સંખ્યા દુનિયામાં સૌથી ઝડપી દરે વધી રહી છે. ૨૦૧૯માં દુનિયાભરમાંથી ૧૮ મિલિયનથી વધુ મુલાકાતીઓ આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્વર્ણિમ રાષ્ટ્રની મુલાકાતે આવે છે. વિયેટનામમાં ઈનબાઉન્ડ પ્રવાસ હજુ પણ વધવાનો અંદાજ છે, કારણ કે આ દેશ મુખ્ય સ્થળોથી વધુ સીધી ફ્લાઈટ્સ સાથે આસાનીથી પહોંચક્ષમ બની ગયો છે. જેના કારણે દિન પ્રતિદિન અહીં આવનારા પ્રવાસીઓ અને મુલાકાતીઓની સંખ્યા નોંધનીય રીતે વધી રહી છે.