વિરપુરના ઉમરીયા ગામે જમીન બાબતને લઈને મારામારી થતાં પોલીસ ફરીયાદ
સામે પક્ષના માણસો દ્વારા લાકડી વડે માથાના ભાગે માર મારતા ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા્…
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ઉમરીયા ગામે એકજ કોમના પરિવાર જમીન બાબતને લઈને સામ સામે આવી જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉમરીયા ગામના રાયસિગભાઈ ગલાભાઈ પગી તેમજ રાકેશભાઈ શીવાભાઈ પગી જેમની ઉમરીયા ગામની સીમમાં તેઓના પર દાદાની તેમજ તેમની પોતાની માલીકીનુ ઘર હોવા છતાં બાજૂમાં રહેતા બાબુભાઈ, ભરતભાઈ, શનાભાઈ, બિપીનભાઈ જેઓએ જમીન અમારી છે અમારા પર દાદાઓની મીલ્કત છે જેથી તમે અહિયાંથી નીકળી જાવ તેવી રોજ ઘમકીઓ આપી રોજ હેરાન કરી રહ્યા હતા સોમવારની રાત્રે બાબુભાઈ દેવાભાઈ પગી, ભરતભાઈ બાબુભાઈ પગી, શનાભાઈ ભગાભાઇ પગી, બીપીનભાઈ શનાભાઈ પગી ના રોજ રાત્રે જમીન ખાલી કરી જતાં રહો તેમ કહી ગાળો બોલતા હોય રાયસિગભાઈ ગાળો બોલવાની ના પાડતાં બાબુભાઈ, ભરતભાઈ, શનાભાઈ, બીપીનભાઈ આ તમામ ઈસમો ઉસ્કેરાઈને રાયસિગભાઈ ને માથાના ભાગે જોરથી લાકડી મારી હતી બાજુમાં ઉભેલા તેમના ભાઈ પગી રાકેશભાઈ બચાવવા જતાં તેઓને પણ માથાના ભાગે લાકડી મારી હતી બાદમાં સ્થાનિક લોકો આવી જતાં રાયસિગભાઈ,તેમજ રાકેશભાઈ ૧૦૮ દ્વારા આ બંનેને વિરપુર સી એચ સી માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઉપરાંત રાયસિગભાઈ દ્વારા આ બાબુભાઈ, ભરતભાઈ, શનાભાઈ, બીપીનભાઈ જેઓ પર પોલીસ ફરિયાદ કરી હતી.*