વિરપુરના કુંભરવાડી ગામ ખાતે બે બાઈકો વચ્ચે અકસ્માત એકનુ મોત

વિરપુર વિરપુરના કુંભરવાડી ગામ પાસે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતાં એક વ્યક્તિનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર વિરપુર તાલુકાના કુંભરવાડી પાસેના લીંબોળા ગામનો ૩૪ વર્ષીય યુવાન લાલાભાઈ અમરાભાઇ તલાર વિરપુર થી લીમડીયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન GJ 35 D 4072 બાઈક સવાર આવી રહ્યો હતો તે દરમ્યાન સામે આવી રહેલા લાલાભાઈ તલવારની બાઈક સાથે ધડાકાભેર અથડાતાં લાલાભાઈ બાઈક પરથી રોળ પર પટકાયા હતા
જેમાં તેઓને માથાના ભાગે ગંભીર રીતે ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ અકસ્માત સર્જાતા આજુબાજુમાં ખેતરોમાં કામ કરી રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પણ અકસ્માત એવો ભયાનક હતો જેમાં સ્થળ પર દમ તોડી દીધો હતો જોકે ઘટનાની જાણ વિરપુર પોલીસને થતાં સ્થળ પર તાબડતોબ દોડી આવી હતી અને લાશને કબજે કરી પીએમ માટે વિરપુર સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી ઉપરાંત વિરપુર પોલીસે GJ35D- 4072 નામની અજાણી બાઈક સવાર પર અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે…
તસ્વીર – પુનમ પગી વિરપુર