વિરપુરના કોંગ્રેસના ગઢમાં ગાબડુંઃ ૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ભગવો ધારણ કર્યો

મહામંત્રી જયેન્દ્ર બારોટના હસ્તે કેસરીયો ધારણ કર્યો
(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકામાં જીલ્લા પંચાયત ચુંટણીને લઈને સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે વિરપુર અને બાલાસિનોર તાલુકો કોંગ્રેસનો ગઢ કહેવાય છે તેવા વિરપુર તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ પડતાં હડકંપ મચી ગયો છે.
ડેભારી જીલ્લા પંચાયત સીટના ૫૦ થી વધારે કોંગ્રેસ કાર્યકરો તેમજ યુવાનો ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે આવનાર સમયમાં જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ચુંટણી નજીક છે ત્યારે ફરી એક વાર જીલ્લાના માહામંત્રીએ કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે.
વિરપુર તાલુકાની ડીવાઈન સ્કુલ ખાતે યોજાયેલી ભાજપ સંગઠનની બેઠકમા કોંગ્રેસના આગેવાનો તેમજ ૫૦ થી વાધારે કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા હતા આ કાર્યક્રમમાં વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ મોતીસિંહ પરમાર મહિસાગર જીલ્લા માહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, નવનીતભાઈ પટેલ ,એસ બી ખાંટ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ૫૯ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસને અલિવાદા કરી ભાજપમાં જાેડાયા હતા.