Western Times News

Gujarati News

વિરપુરના ગંઘારી ગામે આવેલી  સુજલામ સુફલામ્‌ કેનાલમાં વર્ષો જુનું ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં આવેલ સુજલામ સુફલામ્‌ કેનાલમાં છેલ્લા ઘણા વર્ષોથી ભંગાણ પડ્‌યું તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ના આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકામાં આવેલ ગંઘારી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સુજલામ સુફલામ્‌ કેનાલમા કેટલાક વર્ષોથી કેનાલમાંથી એક હિસ્સામાથી પાણી નીકળી જવાથી દિવસનું હજારો લીટર પાણી બગાળ થઈ રહ્યો હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ના આવતા સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે,

ઉપરાંત ખેતરોમાં બારે માસ પાણી ભરાઈ રહે છે જેના કારણે સીઝનનો કોઈ પણ પ્રકારનો પાક ખેતરમાં લઈ સકતા નથી જેના કારણે આર્થિક તકલીફ પડી રહી છે ઉપરાંત ગંઘારી ગામથી ડેભારી જવાન માર્ગ પર સુજલામ સુફલામ્‌ કેનાલ આવેલ છે જ્યાં આ કેનાલ નીચેથી અવર જવર કરવા માટે ડીપમા રસ્તો બનાવવામાં આવ્યો છે આ ડીપના રસ્તા પર એક? એક ફુટના ખાડા પડી ગયા છે તેમજ ઉપર ભાગેથી કેનાલનું પાણી લીકેજ થયા કરે છે જેના કારણે ચોમાસા દરમિયાન અને આમ દિવસે પણ પાણી ભરાઈ જાય છે જેના કારણે અવર જવર કરનાર રાહદારીઓને પારાવાહિક તકલીફ પડી રહી છે જ્યારે સરકાર દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ખર્ચ કરી રહી છે ત્યારે સિંચાઈ વિભાગના આડસુ અઘિકારીઓના દેણથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેના કારણે સરકારને તેમજ આમ લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે સ્થાનિક પ્રજાની માંગ ઉઠી છે કે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલનું સમારકામ હાથ ઘરે અને વહેલી તકે લીકેજ થતુ પાણી બંધ કરવામાં આવે નહિતર કોઈ રાહદારીઓ માટે આ કેનાલ કોઈ મોટો અકસ્માત સર્જે તેવી ભીતી સેવાઈ રહી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.