Western Times News

Gujarati News

વિરપુરના ડેભારી ગામની BoB કનેક્ટીવીટી ખોરવાતા સ્થાનિક લોકોએ કરી ઘમાલ

વિરપુર: મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ડેભારી (Debhari village, Virpur taluka, Mahisagar District) ગામની બેન્ક ઓફ બરોડા શાખામાં છેલ્લા ઘણા સમયથી ઈન્ટરનેટ કનેક્ટીવીટીના (Bank of Baroda Internet Conectivity problem) આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ડેભારી ગામની બેન્ક ઓફ બરોડા શાખામાં છાસ વારે ઈન્ટરનેટને લઈને ભારે વિરોધમાં જોવા મળી રહ્યો છે જ્યારે પ્રજા બે થી ત્રણ કિલોમીટર દૂર દુરથી બેન્કના કામ કાજના અર્થે શાખામાં આવતી હોય છે.

પણ પ્રજાનુ કામ યોગ્ય સમયે પુર્ણ ના થતા આજે ભારે વિરોધ થયો હતો જોકે ગામના આગેવાનો આવી જતાં મામલો થાળે પાડ્યો હતો તેમજ બેન્ક ઓફ બરોડા શાખામાં છેલ્લા ઘણા મહિનાઓથી બેન્ક મેનેજર નથી જેના કારણે બેન્કના કર્મચારીઓ મનસ્વી વર્તનથી બીચારી પ્રજાને હેરાન કરી રહ્યા હોવાની પણ ફરીયાદો ઉઠી છે

જ્યારે બેન્ક ઓફ બરોડાનુ એટીએમ મશીન પણ ધણા સમયથી બંધ હાલતમાં પડી રહ્યું છે પોતાના સમય મુજબ ચાલુ રાખે છે જેના કારણે અચાનક કોઈ સ્થાનિક પ્રજાને રાત્રીના સમયે પૈસાની જરૂર હોય તે પણ ઉપાડી સકતા નથી જેના કારણે પ્રજાને ભારે તકલીફનો સામનો કરી રહેવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.