વિરપુરના ધોરાવાડા સુજલામ સુફલામ્ કેનાલમાં ભંગાણ સર્જાય તેવી વકી

(તસ્વીર ઃપૂનમ પગી, વિરપુર) (પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ મુખ્ય કેનાલમાં અવાર-નવાર ગાબડા પડવા તેમજ કેનાલો લીક થવાના બનાવો વધી રહ્યાં છે જેને લઇને અવર નવર ખેડુતોને મોટાપાયે નુકશાની સહન કરવી પડે છે
ત્યારે વિરપુર તાલુકાના ધોરાવાડા ગામથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા સમયથી પાંચ ફુટ જેટલો ભંગાણ સર્જાયું છે જાેકે સદનસીબે હજુ સુધી પાણી લીકેજ થયું નથી પણ હાલના સમયમાં જાે કેનાલની મરામત કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી શકેછે અને ખેડૂતો ના ઉભા પાકમાં ભારે નુકસાની થવાની પૂરી શક્યતા આજુ બાજુ ના ખેડૂતો જાેઈ રહ્યાં છે
કેનાલની બાજુમાં તબેલા સહિત બે થી ત્રણ મકાનો છે કદાચ આવનાર સમયમાં કેનાલનું રેપેરીંગ કરવામાં નહીં આવે તો તબેલા સહિત મકાનોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે અને અણધાર્યું ગાબડું પાડવા થી જાન માલ અને પશુ સંપતિ ને મોટું નુકસાન પણ થઈ શકે તેવી ચિંતા કેનાલ ની આજુબાજુ ના વિસ્તારના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
કેનાલ વિભાગ ના કર્મચારી ને જાણ કરવા છતાં હજુ કોઈ તપાસ માટે આવ્યું નથી આજુ બાજુ ના લોકો ની માગણી છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં વહેલી તકે સુજલામ સુફલામ્ કેનાલ ના અધિકારી સ્થળ ની મુલાકાત લઈ ચકાસણી કરી તેની મરામત કરાવે જેથી ખેડૂતો ને કોઈ અણધારી આફત નો સામનો કરવાનો વારો ના આવે.
સુજલામ સુફલામ ધોરાવાડા વિસ્તારની કેનાલમાં છેલ્લા કેટલાક દિવસોથી પાંચ ફુટ જેટલુ મોટું ગાબડું પડ્યું છે આ બાબતની જાણ કેનાલ વિભાગમાં જાણ કરવામાં આવી છે પણ અત્યારસુધી કોઈ મરામત કરવામાં આવી નથી જાે આવનાર સમયમાં કેનાલનું મરામત કરવામાં નહીં આવે તો ઉભા પાકને તેમજ તબેલાને નુકસાની વેઠવાનો વારો આવશે.