વિરપુરના ભાટપુર ગામનું પરા વિસ્તારનું મોતીપુરા તળાવ ફાટતાં લાખો રૂપિયાનો પાક ઘોવાયો
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૬દ્બદ્બ વરસાદ નોંધાયો હતો જેના પગલે વિરપુરના ભાટપુર ગામના પરા વિસ્તારમાં આવેલા મોતીપુરા (૪૦ હેક્ટર) ગામનું તળાવ ઓવરફ્લો થઈ જતાં તળાવનો એક હિસ્સો તુટી જતાં સ્થાનિક લોકોના ઊભા પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ થયો હોવાથી મોતીપુરા ગામનું તળાવમા પાણી અચાનક એક સાથે આવી જતાં તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું જેના પગલે તળાવની બાજુમાં બનાવેલ પારો ટુટી પડ્યો હતો જેના પગલે ઉભા પાકને ભારે નુકસાની થઈ હતી તળાવ ફાટ્યુ હોવાની વાત સ્થાનિક તંત્ર જાણ થતાં વિરપુર તાલુકાના ટી ડી ઓ બી કે કટારા, પ્રાંત કચેરી, સિંચાઈ વિભાગ ટીમ તેમજ ૧૨૧ વિધાનસભાના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ ઘટના સ્થળ પર તાબડ તોડ આવી પોહચયા હતા જે નુકશાન થયું છે તેની તલાટી અને સરપંચ પાસે સર્વે કરવા જણાવ્યું હતું.*