વિરપુરના રસુલપુર ગામે બે જૂથ વચ્ચે અથડામણ
(પ્રતિનિધિ) વિરપુર, મહીસાગર જિલ્લા માં આવેલ વીરપુર તાલુકા ના રસુલપુર પોટા ગામે ગત રાત્રે અસામાજિક તત્વો દ્વારા સરકારી સ્વછતા અભિયાન ના પોસ્ટરો ને પથ્થર મારી સરકારી મિલકત ને નુકશાન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ગામના જાગૃત નાગરિક દ્વારા તેને અટકાવતા મામલો બીચકયો હતો. પોલિસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રસુલપુર પોટા ગામના સુરપાલસિંહ ફુલાભાઈ પગી સાંજના સુમારે દૂધ ભરવા જઇ રહ્યા હતા તે દરમ્યાન વિજયભાઈ કાળાભાઈ ખાંટ સ્વચ્છ ભારત મિશનના બોર્ડને પથ્થરો મારી રહ્યો હતો ત્યારે સુરપાલસિંહ દ્વારા તેમને પથર મારવાની ના પાડતા અને સરકારી મિલકત ને નુકશાન ન કરવાનું જણાવતા દૂધની ડેરી જઇ દૂધ ભરી ગામની શાળા પાસે એકસંપ કરી વિજયભાઈ ખાંટ, વિકેશ લખમણ ખાંટ,હિતેશ કાંતિ રોહિત, ના લોકો આવી ને સુરપાલસિંહ ફુલાભાઈ પગી ને ગરદા પાટુનો માર મારી તેઓનો પક્ષ લઈ સૈયદ અહેમદ રસુલમિયા,મહેન્દ્ર પર્વત ખાંટ,શૈલેષ શના ખાંટ, નરેન્દ્ર શના ખાંટ, બળવંત માલા ખાંટ,જયેશ રમણ (મૂળા ભાઈ)રોહિત,નટવર મીઠા રોહિત, સુરેશ મૂળા રોહિત, કૈલાશબેન કાળું ખાંટ, સહિતના લોકો આવી સુરપાલસિંહ ઉપર ચડી બેસેલ આ દરમાયન વધુ બુમાબુમ થતા ગામની ડેરીએ દૂધ ભરવા આવતા જતા અજયભાઈ ભાથીભાઈ પગી, કાળું અભા પગી, રણજીતભાઇ, શ્રવણભાઈ, મનહરભાઈ, હીરાભાઈ, પ્રશાંત ભાઈ, હસમુખભાઈ આ બધા લોકોના આવી જતા સુરપાલસિંહ ને મારતાં છોડાવ્યા હતા તેમ છતાં જતા જતા વિજયભાઈ કાળાભાઈ ખાંટ બુમો મારી ને કહેતા કે આજે તું બચી ગયો છું પરંતુ ફરી કોઈ વાર સામે મળીશ તો તારા હાડકા ભાગી નાખીશ અને તને હું જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા હતા. જ્યારે હિતેશભાઈ કાંતિભાઈ રોહિત તું અમારા વિરૂદ્ધમાં તું ફરિયાદ કરીશ તો મારા કુટુંબી ગીરીશભાઈ મીઠાભાઈ રોહિત દ્વારા એકરોસિટી ની ફરિયાદ દાખલ કરી તને ફિટ કરવી દેસું તેવી ધમકીઓ ઉચ્ચારી હતી.. જ્યારે આ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આઈ. પી.સી. કલમ, ૧૪૩, ૧૪૭, ૨૨૩,, ૫૦૪, ૫૦૬.૧ના આધારે ગુનો દાખલ કરેલ છે .
જ્યારે તે જ ગામના સામે પક્ષે હિતેશભાઈ કાંતિભાઈ રોહિત ઉંમર વર્ષ ૨૦ ની ફરિયાદ ના આધારે દૂધ ની ડેરી માં દૂધ ભરવાની લાઈનમાં ઉભા હતા તે દરમાયન કાળુભાઇ અભાભાઈ પગી, એ સાલા ચમળિયા ચમાર નીચ જાતિના તને દેખાતું નથી આંધળો થઈ ગયો છું હું અભડાઈ ગયો એવા જાતી વાદ ના અપશબ્દો બોલી જાહેર માં અપમાન કરેલ હતા ત્યારબાદ હિતેશભાઈ ગર તરફ જઈ રહ્યા હતા તે સમય દરમાયન અજયભાઈ ભાથી ભાઈ પગી, સુરપાલસિંહ ફૂલીલાભાઈ પગી, રણજીત હાથી પગી,શ્રાવણ પગી, મનહર પગી,હીરા પગી, પ્રશાંત પગી,વાઘા પગી,વિજય પગી, હસમુખ પગી, એક સંપ કરી રસ્તા પર ગેરી અજય, શૂરપાલ, કાળુ, રણજીત, શ્રવણ અને મનહર લોકો એ પકડી ને હીરા,પ્રશાંત, વાઘા, વિજય,હસમુખ આ લોકો એ પેટના, છાતી અને સાથળના ભાગે ગડદાપાટુનો માર મારી કપડાં ફાડી નાખ્યા હતા અને આ બુંમાં બમ થતા સભાસદો માંથી કૈલાશબેન કાળુભાઇ ખાંટ,સૈયદ અહેમદ રસુલમિયા, મહેન્દ્ર પર્વત ખાંટ,શૈલેષ શના ખાંટ, નરેન્દ્ર શના ખાંટ,બળવંત માલા ખાંટ આ બધા લોકો આવી જતા હિતેશ ભાઈ કાંતિભાઈ રોહિત ને વધુ માર ખાતા છોડાવ્યો હતો અને સામે વાર પક્ષે નીચલી જાતિના લોકોએ દૂધ ભરવા આવવું નહિ આવા અપમાનજનક શબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે અંગે નો વીરપુર પોલીસે ગુનો નોંધી આઈ. પી.સી. ૧૪૩, ૧૪૭, ૨૨૩, ૫૦૪, ૫૦૬.૧ અને સાથે એકરોસિટી એકટ કલમ 3-1 જિ.૩(૨) (૫.ટ્ઠ/૧)ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.*