વિરપુરના લીમરવાડા ગામે ૬ મહિનાથી ઘુળ ખાતા સેગ્રીગેશન શેડના પત્રા ચોરાયા
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના લીમરવાડા ગ્રામ પંચાયતમા સેગ્રીગેશન પ્લાટના પત્રા ગઈ કાલના રોજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ચોરી કરી ફરાર થતાં લીમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી દ્વારા આજ રોજ વિરપુર ખાતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુકો અને લીલો કચરો એકઠો કરી તેને રિસાયક્લીગ કરવા માટે પ્લાન્ટ છે વિરપુર તાલુકાની ૧૮ ગ્રામ પંચાયતોને સેગ્રીગેશન પ્લાન્ટ આપવામાં આવ્યા છે જેની કુલ રકમ ૧૭૯૮૨૯૦/-રૂપિયા ખર્ચ્યા હોવા છતાં જેમાંથી એક પણ પ્લાન્ટ આજદિન સુધી કાર્યરત નથી જે ખરેખર સરકારના રૂપિયાનો બગાડ થઈ રહ્યો છે હાલતો વિરપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.*