Western Times News

Gujarati News

વિરપુરના ૬૫ વર્ષની મહિલા સાથે દુષ્કર્મ કરી લુંટ કરનાર આરોપીની ધરપકડ

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર),  મહીસાગરમાં ત્રણ દિવસ પુર્વે વિરપુર તાલુકાના છેવાડાના ૬૫ વર્ષીય વૃધ્ધા પર સુમસામ જગ્યાનો લાભ ઉઠાવી અજાણ્યા ઇસમ દ્રારા લુંટ અને દુષ્કર્મ આચરવાની કલંકરૂપ કીસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી

અને અજાણ્યા ઈસમના હેવાનિયત ભર્યાં કૃત્યથી જીલ્લામાં ફીટકાર વરસ્યો હતો ઘટનાની જાણ પોલીસ તંત્રને થતાં પોલીસ તંત્રનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી CCTV અને ડોગ સ્કોડ સહિતની પોલીસની ટીમ દ્વારા દુષ્કર્મ આચરનાર અજાણ્યા ઇસમને ઝડપી લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

જેના પરીણામે ગણતરીના કલાકોમાંજ મહિસાગર પોલીસે આરોપીને દબોચી લીધો હતો પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના ધાટડા ગામનો પ્રવિણ મસુરભાઈ પગી (ઉમંર ૨૧ વર્ષ) સંકાના આધારે છેલ્લા બે દિવસથી તેની વોચ ગોઠવી હતી તે દરમ્યાન પ્રવિણ આ વિસ્તાર છોડવાની ફીરાકમા હતો

જે પોલીસને વિગતો મળતાં તાલુકાના ગંધારી ગામની ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો આરોપીને વધુ પુછપરછ કરતા આરોપી પ્રવિણ એ ગુન્હો કબુલી લીધો હતો આરોપી પ્રવિણ હાલ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે કોવીડ ટેસ્ટ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.