વિરપુરની કેસી શેઠ આર્ટસ કોલેજના ૭ પ્રોફેસરોને બે દિવસમાં કોરોના પોઝિટિવ આવતા હડકંપ
આવતી કાલથી છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા યોજાવાની હતી..
વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની કેસી શેઠ આર્ટસ કોલેજના પ્રોફેસરોને એક સાથે સાત વ્યક્તિઓનો કોરોના પોઝિટિવ આવતા તાલુકામાં હડકંપ મચ્યો છે મળતી માહિતી મુજબ વિરપુર તાલુકાની કેસી શેઠ આર્ટસ કોલેજના બે પ્રોફેસરોનો બે દિવસ પહેલા કોરોનાનો પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સારવાર અર્થે બાલાસિનોર ખસેડવામાં આવ્યા હતા સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા બાકીના પ્રોફેસરોને કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં એક સાથે ચાર પ્રોફેસરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું હાલતો તમામ પ્રોફેસરોને સારવાર અર્થે બાલાસિનોર કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે જોકે કોલેજના સંચાલકો દ્વારા સાત દિવસ દરમ્યાન કોલેજ બંધ કરવા નીર્ણય લેવામાં આવ્યો છે…