વિરપુરની ડીવાઈન વિઘા સંકુલની બાળાએ ખેલ મહાકુંભની ટેકવેન્ડો સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો
વિરપુર: મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાની ઘોરાવાડા ગામ ખાતે આવેલી શ્રી ઉમીયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીવાઈન વિઘા સંકુલની બાળાએ રાજ્ય કક્ષાએના ખેલ મહાકુંભમાં રાજ્યમાં ત્રીજા નંબર મેળવ્યો હતો સંસ્થા દ્વારા મળતી માહિતી મુજબ જયશ્રીબેન બારોટ ખેલમહાકુંભ જીલ્લામાંથી નામ નીમીનેશન થયા બાદ સુરત ખાતે રાજ્ય કક્ષાએ ટેકવેન્ડો સ્પર્ધા યોજાઈ હતી જેમાં જયશ્રીબેન બારોટે રાજ્યમાં ત્રીજા ક્રમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો જેના લીધે તાલુકાનુ , જીલ્લાનુ અને શાળાનું નામ રોશન કર્યું છે જેના કારણે ડીવાઈન વિઘા સંકુલના ટ્રસ્ટી તેમજ શાળાના શિક્ષકો દ્વારા જયશ્રીને અભીનંદન પાઠવ્યા હતા