વિરપુરમાં અસામાજીક તત્વોનો અંડીગો.. પાર્કિંગમા મુકેલ કારના કાચની તોડફોડ કરી ભાગી છુટયા
વિરપુર નગરના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં ભયના ઓથાર જીવી રહ્યા છે વિરપુર વાસીઓ
વિરપુર: વિરપુર નગરમાં અ સામાજીક તત્વોના ડેરા ઠેરઠેર જમ્યા છે ત્યારે વિરપુર વિસ્તારમાં પાર્ક કરેલી કારના કાચ કોઈ અજાણ્યા લુખા તત્વો દ્વારા તોડફોડ કરતા ભારે ચકચાર મચી છે વિરપુર નગરની માહાલક્ષમી પાર્કની સોસાયટીમાં જીગ્નેશભાઈ નાયકની વેગનાર કાર રાત્રીના સમયે ધરના આગળના ભાગે પાર્ક કરેલી હતી
તે દરમ્યાન બાઈક પર આ સમાજીક તત્વો આવી કારના આગળના અને પાછળના ભાગે પથ્થરમારો કર્યો હતો બાદમાં આ લુખ્ખા તત્વો ભાગી છુટયા હતા પાર્ક કરેલી કારને ભારે નુકસાની પોહચાળી હતી બીજા દિવસે સવારે જીગ્નેશભાઈ પોતાની કારના તુટેલા કાચ જોતા વિરપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી
જોકે હાલ વિરપુર નગરના મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાના કારણે આવા અ સામાજીક તત્વોનો ઠેરઠેર અડ્ડો જમાવી બેઠા છે હવે જોવાનું એ રહ્યું કે વિરપુર પોલીસ આ ઘટનાને લઈને કેવા પ્રકારની કાર્યવાહી કરે છે જેમાં સોવની નજર મંડરાઈ છે. વિરપુરના માહાલક્ષમી પાર્કમાં કરેલી કારને લુખ્ખા તત્વો દ્વારા તોડફોડ કરી… પુનમ પગી વિરપુર