વિરપુરમાં આધેડનો કેસ પોઝિટિવ આવતા ભટ્ટની ખડકીનો વિસ્તાર કન્ટેઈનમેટ ઝોન જાહેર કરાયો
(પ્રતિનિધિ-પૂનમ પગી) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુરના ભટ્ટની ખડકી વિસ્તારમાં ૫૩ વર્ષીય વ્યક્તિનો પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં તંત્ર દોડતું થઈ ગયું હતું તકેદારીના ભાગરૂપે વિરપુર ગ્રામ પંચાયતના અમુક વિસ્તારોમાં અવર જવર પર પ્રતિબંધ જીલ્લા કલેકટર દ્વારા મુકવામાં આવ્યો છે અને આ તમામ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ સવારના ૭ વાગ્યથી સાંજના ૭ વાગ્યા સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓ માટેની પરવાનગી આપવામાં આવી છે તે સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે જીલ્લા કલેકટર આર બી બારડ આપેલી સત્તાના ભાગ રૂપે વિરપુર ગામનુ ભટ્ટની ખડકી વિસ્તાર તેમજ મોચીવાડ વિસ્તારને કંન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ બફર ઝોન વિસ્તારમાં આવેલ વિરપુર ગામમાં સમાવિષ્ઠ ભટ્ટની ખડકી મોચીવાડ શેરી વિસ્તાર સિવાયના બાકીના તમામ વિસ્તારની હદો સીલ કરવામાં આવે છે આવશ્યક ચીજવસ્તુઓ માટે એકજ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે તેમજ કન્ટેન્મેન્ટ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સવારના ૭ વાગ્યથી સાંજના ૭ વાગ્યા સુધીની મુકતી આપવામા આવશે.*