વિરપુરમાં ૩.૫ ઈંચ વરસાદ ખાબકતા મહેમુદપુરા જતો માર્ગ પર ઘુંટણ સમા પાણી ભરાયાં
વિરપુર: વિરપુર તાલુકાની સુપ્રસિદ્ધ એવી સંતસુફી દરીયાઇ દુલ્હાની દરગાહ પાસે લાવરી નદીનું પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો વિરપુર તેમજ તાલુકામાં ગતરાતથી સાર્વત્રિક વરસાદ અવિરત પણે પડી રહ્યો છે જોકે અત્યાર સુધીમાં ચોમાસાના પડેલા વરસાદથી પહેલી વાર ઠેર ઠેર પાણી ભરાયેલા દ્નસ્યો જોવા મળ્યા હતા
મહેમુદપુરા વિસ્તારમાં લાવરી નદીનું પાણી ફરી વળતા ઘુંટણ સમા પાણી ભરાયાં હતાં વિરપુરમાં ગતરોજ રાત્રીના સમયથી ૪૮ mm વરસાદ નોંધાય હતો અને રવીવારના સવારથી સાંજ સુધી ૮૩ mm વરસાદ ખાબક્યો હતો જેના કારણે વિરપુરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં વિરપુર અને મહેમદપુરા વિસ્તાર વચ્ચે થી પસાર થતી લાવરી નદીમાં ભારે પાણી જોવા મળ્યું હતું રાત્રીથી ચાલતા વરસાદ ને પગલે વીરપુર અને મહેમુદપુરાને જોડતો લાવરી નદી પરથી પસાર થતો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો આ માર્ગ પર પાણી નો પ્રવાહ વધતા દરગાહના પ્રવેદ્વાર સુધી પાણી ભરાયા હતા આ દ્નસ્ય નિહાળવા લોકોએ ભીડ જમાવી હતી..